• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં “સૃષ્ટિનું સંવર્ધન” કાર્યક્રમ યોજાઈ ગયો*

ટંકારા:તા ૨૦ (*નૈમિષ સેજપાલ દ્વારા*)ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં “સૃષ્ટિનું સંવર્ધન” કાર્યક્રમ યોજાઈ ગયો.
આજે હરબટીયાળી પ્રાથમિક શાળામાં ચકલી તેમજ કીડીઓ માટેનો “સૃષ્ટિનું સંવર્ધન”શીર્ષક હેઠળ બે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આજ ૨૦માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિતે બાળકોને લાકડાના ૧૦૦ ચકલીના માળા ભેટમાં આપવામાં આવ્યા.અને શાળામાં લગાવવામાં પણ આવ્યા.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ચકલીઓના સંરક્ષણ અને તેમના નિવાસસ્થાનની સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો હતો. શાળાના બાળકોને ચકલીઓના મહત્વ અને સંરક્ષણ માટે શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ અને શિક્ષકો દ્વારા માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી.
આ ઉપરાંત ચૈત્ર મહિનો ચાલે છે. આ મહિના માં કીડિયારું પૂરવાનું ખૂબ મહત્વ હોય છે. ગીતાબેન દ્વારા કીડિયારું તૈયાર કરવામાં આવ્યું અને દરેક ઝાડ ના થડ પાસે બાળકો દ્વારા કીડિયારું પુરવામાં આવ્યું.
આમ હરબટીયાળી પ્રાથમિક શાળામાં એક સુંદર મજાનો “સૃષ્ટિનું સંવર્ધન” કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમનું આયોજન ગીતાબેન સાંચલા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ના રોજ કેન્દ્રીય તથા પ્રદેશ પદાધિકારીઓની ઉપસ્થિતી માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંત ની બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોની સલામતી માટે આશ્રય સ્થાનો ઉભા કરાયા*

editor

*પોરબંદર માં ઈદ એ મિલાદ ની બવ્ય ઉજવણી*

Hello Morbi

Leave a Comment