• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:એક પેડ મા કે નામ* *મોરબીમાં જેતપર ખાતે ઓક્સિજન વનમાં ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું*

*એક પેડ મા કે નામ*
*મોરબીમાં જેતપર ખાતે ઓક્સિજન વનમાં ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું*

*વન વિભાગ દ્વારા સ્થળ પર ૧ હજારથી વધુ રોપાઓનું વિતરણ કરાયું*

*મોરબી, તા. ૧૭ સપ્ટેમ્બર*

મોરબીમાં જેતપર ખાતે એક પેડ મા કે નામ અભિયાન અન્વયે ગામના છેવાડે આવેલા ઓક્સિજન વનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આજના સમયમાં વૃક્ષોની તાતી જરૂરિયાત, પર્યાવરણની સમતુલા જાળવવા તેમજ પ્રદૂષણના દુષણને નાથવાના હેતુથી એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તે અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા હેતુ સાથે મોરબીમાં જેતપર ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહાનુભાવોના હસ્તે તેમજ ગ્રામજનો દ્વારા ગામના છેવાડા આવેલા ઓક્સિજન વન ખાતે ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત વન વિભાગ દ્વારા સ્થળ પર ૧ હજારથી વધુ વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, મોરબી માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, મદદનીશ વન સંરક્ષકશ્રી શૈલેષ કોટડીયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છ વર્ષથી ફરાર શખ્સ ને મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડ્યો*

editor

*ભાજપ : બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારો તથા વાંકાનેર શહેર પ્રમુખની નિમણૂક કરાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ડેન્ટલ કેમ્પ યોજાયો*

editor

Leave a Comment