• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

વિશ્વનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય પણ ગુજરાતમાં બનશે, રિલાયન્સના હાથમાં રહેશે સંચાલન

ગુજરાતમા અત્યાર સુધી વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદાર પટેલ રુપે અંકિત છે ત્યારે હવે વિશ્વનુ સૌથી મોટુ પ્રાણીસંગ્રહાલય પણ ગુજરાતમાં બનવા જઈ રહ્યુ છે. જામનગરમાં 250 એકર જમીનમાં આ પ્રાણી સંગ્રહાલય બનશે. જેમાં મોટી સંખ્યામાં વન્ય જીવો અને પક્ષીઓ રાખવામાં આવશે.

વિશ્વનુ સૌથી મોટા ઝુનો આખો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેમાં ગ્રીન ઝુલોજીકલ રેસ્કયુ અને રિહેબીલીશન કિંગડમ નામ અપાયુ છે. આ ઝુનુ સંચાલન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્રારા કરાશે. સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

આ ઝુમાં ફ્રોગ હાઉસ, ડ્રેગન લેન્ડ, એનઈનસેકટીરિયમ, લેન્ડ ઓફ રોડેન્ટ, એકવાટીક કિંગડમ, ફોરેસ્ટ ઓફ ઈન્ડિયા, માર્સીશઓફ વેસ્ટ કોસ્ટ, ઈન્ડીયન ડેઝર્ટ અને એકઝોટિક લેન્ડના વિભાગો હશે. વન્ય પ્રાણીની વાત કરીએ તો આફ્રિકન સિંહ, ચિતા, વરુ, એશિયાટીક સિંહ, પીગ્મી હીપ્પો, ઉરાંગ ઉટાંગ, જળ બિલાડી, રિંછ, બેંગાલ ટાઈગર, ગોરીલા, ઝીબ્રા, જીરાફ, આફ્રિકન હાથી અને કોમોડો ડ્રેગન સહિતનો સમાવેશ થાય છે.

Related posts

મોરબી આર ડી સી બેન્ક દ્વારા આઠ સભ્ય ના વારસદારો ને રૂપિયા દસ દસ લાખ ના ચેક અપાયા

Hello Morbi

*HELLO MORBI NEWS: હળવદ તાલુકાના રાતાભે અને રણમલપુર ગામમાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો*

editor

*લીલાપર પ્રાથમિક શાળાને પ્રજ્ઞા વર્ગ માટે ડીઝીટલ ટાઈલ્સ ની ભેટ આપી વકીલ ના પુત્રના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી.*

Hello Morbi

Leave a Comment