• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: રાજકોટ – મોરબી હાઇવે પર આવેલ હોટલ કમ્ફર્ટમા ચાલતા જુગારધામ પર ટંકારા પોલીસ ની રેડ*

ટંકારા તા ૨૭ : રાજકોટ – મોરબી હાઇવે ઉપર આવેલ હોટલ કમ્ફર્ટમા બહારના માણસો અલગ અલગ નામે રૂમ ભાડે રાખી કેસીનો સ્ટાઇલમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી નવ શખ્સોને ૧૨ લાખ રોકડા તેમજ બે ફોર્ચ્યુનર કાર સહિત ૬૫.૧૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મોટાભાગના જુગરીઓ રાજકોટના હોવાનું તેમજ જુગાર દરોડામાં એક આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે ફરાર જાહેર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય.કે.ગોહિલને સચોટ બાતમી મળી હતી કે, ટંકારા – રાજકોટ હાઇવે ઉપર આવેલ હોટલ કમ્ફર્ટમા રૂમો ભાડે રાખી બહારથી માણસો બોલાવી આરોપીઓ હોટલના પાર્કિંગમાં રાખવામાં આવેલ ફોર્ચ્યુનર કારમાં રોકડા જમા કરાવ્યાં બાદ ટોકન આપે છે અને ટોકન ઉપર હોટલના રૂમમાં જુગાર રમાઈ રહ્યો છે. ઉક્ત બાતમીને આધારે ટંકારા પોલીસે હોટલ કમ્ફર્ટના રૂમ નંબર ૧૦૫ મા દરોડો પાડતા જુગાર રમતા શખ્સો ઝડપાઇ ગયા હતા.
રંગે હાથ પકડાઈ ગયા હતા જ્યારે આરોપી રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા રહે ચિત્રકુટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી વાળાને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

ટંકારા પોલીસે દરોડા દરમિયાન ૧૨ લાખ રોકડા,બે ટોયોટા કંપનીની ફોર્ચુનર ગાડી કિંમત રૂપિયા 50 લાખ, આઠ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1.15 લાખ તેમજ અંગ ઝડતીમાથી કબજે કરેલ અલગ -અલગ કલર તથા અલગ અલગ આંકડા લખેલ પ્લાસ્ટીકના કોઈન નંગ ૨૨૫ સહિત કુલ રૂપિયા ૬૩, ૧૫,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સફળ કામગીરી ટંકારા પીઆઇ વાય.કે.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરીસિંહ, સાહીદભાઈ સિદ્દીકી, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ ધનશ્યામસિંહ, કૃષ્ણસિંહ પૃથ્વીરાજસિંહ, બીપીનકુમાર અમરસીભાઈ તથા સોયેબભાઈ ગુલામભાઈ સહિતના સ્ટાફે કરી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત (સિમ્કો ગૃપ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૯૦ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI: જુનિયર કલાર્કની પરીક્ષા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું* *મોરબી જિલ્લાની વિવિધ ૬૮ શાળાઓમાં પરીક્ષાનું આયોજન*

editor

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાંથી સગીરબાળાનું અપહરણ કરી જનાર આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment