• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જિલ્લા કલેકટર શ્રી કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા*

*જિલ્લા કલેકટર શ્રી કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા*

*મોરબી, તા.૩૦ ઓક્ટોબર,*

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા લોખંડી પુરુષ અને મહાન સ્વાતંત્ર્ય સેનાની એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતિ નિમિતે દર વર્ષે રન ફોર યુનિટી, શપથ ગ્રહણ, સ્પોર્ટસ એક્ટિવિટી જેવા અનેક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે.

જેના ભાગરૂપે આજરોજ તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં ભારતની એકતા અને અખંડિતતા જાળવવાના સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.

ઉકત કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરી, નાયબ કલેકટરશ્રી દુદકીયા, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા, તમામ શાખાના જે- તે સંબંધિત અધિકારીગણ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related posts

*હળવદનો વેપારી મોરબીમાં પિસ્તોલ સાથે ઝડપી પાડતી મોરબી એસ ઓ જી ની ટીમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟐𝟔 જાન્યુઆરીએ સર્વમંગલમ્ વિધાલય ડીસા ખાતે સામાજિક અગ્રણી મહેશભાઈ ઉડેચાના વરદહસ્તે કરવામાં આવ્યું ધ્વજવંદન*

editor

*સુલતાનપુર પ્રાથમિક શાળા માં બાળકો અને શિક્ષકો વચ્ચે રંગો ને રંગતો..મનને મલકાવતો..સ્નેહ ને શણગારતો..હૈયા ને હરખાવતો*

Hello Morbi

Leave a Comment