• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: રાજકોટ તેમજ મોરબી જિલ્લાના ખેડૂતોને જીરો ટકા વ્યાજે ધિરાણ આપશે આર ડી સી બેંક ચેરમેન જયેશ રાદડિયા ની જાહેરાત*

મોરબી તા ૩૦ : ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં ખેડૂતોને ભારે નુકશાન થયું છે અને પાક તેમજ જમીન ધોવાણના કિસ્સામાં આર્થિક ફટકો પડતા રાજકોટ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા મહત્વનો નિર્ણય લઈ રાજકોટ અને મોરબી જિલ્લાના 2 લાખ ખેડૂત સભાસદો માટે એક વર્ષની મુદત માટે મહત્તમ 50 હજારની મર્યાદામાં જીરો ટકા વ્યાજે લોન આપવા 1000 કરોડનું ધિરાણ ફાળવવાની જાહેરાત કરી છે.

રાજકોટ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા દિવાળીના તહેવાર અવસરે જ મોરબી તેમજ રાજકોટ જિલ્લાના અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે મહત્વનો રાહત આપતો નિર્ણય કરી રૂપિયા 1000 કરોડનું ધિરાણ જીરો ટકા વ્યાજે એક વર્ષ માટે ફાળવવા નિર્ણય કર્યો છે. જિલ્લા બેંકના આ નિર્ણયનો લાભ મોરબી અને રાજકોટ જિલ્લાના બે લાખ ખેડૂતોને એક મહિનાના સમય ગાળામાં જ મળી જશે.

જિલ્લા બેંકના સુપ્રીમો એવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ મોરબી અને રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરતા જણાવ્યું હતું કે, બન્ને જિલ્લાના બેંકના સભાસદ ખેડૂતોને એક પણ ડોક્યુમેન્ટ વગર જમા કરાવ્યા વગર એક હેકટરે 10 હજાર અને મહત્તમ 5 હેકટર જમીનની મર્યાદામા 50 હજારનું ધિરાણ એક વર્ષની મુદત માટે જીરો ટકા વ્યાજે આપવામાં આવશે અને આ ધિરાણ પાછળ જિલ્લા બેન્ક રૂપિયા 100 કરોડનું વ્યાજ ખેડૂતો વતી ચૂકવશે.ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં ખેડૂતોને 9થી 10 ટકા વ્યાજદરે લોન મળતી હોય છે ત્યારે પુરઅસરગ્રસ્ત ખેડૂતો માટે જિલ્લા બેંકે રાહત માટે 1000 કરોડનું જંગી ધિરાણ 2 લાખ ખેડૂત સભાસદો માટે જાહેર કર્યું હોવાનું તેમને જણાવ્યું હતુ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:𝟑𝟓 વર્ષના યુવાન અને ઘરના એકમાત્ર કમાઉ સભ્યને અચાનક બ્રેન સ્ટ્રોકનો હુમલો આવ્યો*

editor

*હડીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વેક્સિન આરોગ્ય કર્મચારી ને આપવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI NEWS:પોષણ માસ – ૨૦૨૪* *પોષણ માસની ઉજવણી અંતર્ગત સનાળા આંગણવાડી ખાતે સેજા કક્ષાએ વાનગી નિર્દેશન યોજાયું*

editor

Leave a Comment