• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી લાતી પ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રાખેલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૮૪૮ પકડી પાડતી મોરબી ક્રાઇમબ્રાંચ*

મોરબી શહેર લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રાખેલ પ્લાસ્ટીકના ડ્રમમાંથી ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની નાની-મોટી બોટલો નંગ-૮૪૮ કિ.રૂ.૨,૫૪,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૨.૫૭,૫૦૦/- નો મુદામાલ પકડી પાડતી મોરબી ક્રાઇમબ્રાંચ
તા-૩૦/૧૦/૨૦૨૪
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ શ્રી, એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય, જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.એચ.ભોચીયા તથા શ્રી વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા સ્ટાફના માણસો દીવાળી તહેવાર અનુસંધાને સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના HC ચંદુભાઇ કણોતરા,ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા તથા પો.કોન્સ દશરથસિંહ પરમારને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી લાતી પ્લોટ શેરી નં-૫ માં આવેલ લાલજી મુળજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કુલ-૭ પ્લાસ્ટીકના ડ્રમ આવેલ છે અને આ પ્લાસ્ટીકના ડ્રમમાં ઇંગ્લીશ દારૂ ભરેલ છે જે દારૂ મો.નં.૮૪૦૧૧ ૫૯૨૮૭ વાળાએ મંગાવેલ છે અને હાલે તે આ દારૂનો જથ્થો ભરવા આવનાર છે જે ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેના મુદામાલ મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.> આરોપીનુ નામ સરનામુ:-
(૧) મો.નં.૮૪૦૧૧ ૫૯૨૮૭ વાપરનાર વ્યક્તિ.- પકડાયેલ મુદામાલની વિગત –
૧) બેગપાઇપર ક્લાસીક વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૧૬૮ કિ.રૂ. ૮૪,૦૦૦૦/-
૨)એન્ટીક્યુટી બ્લુ અલ્ટ્રા પ્રિમિયમ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ- ૬૮૦ કિ.રૂ.૧,૭૦,૦૦૦/-
૩) પ્લાસ્ટીકના ડ્રમ નંગ-૭ કિ.રૂ.૩૫૦૦/- મળી કુલ કી.રૂ.૨,૫૭,૫૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી.કે.એચ.ભોચીયા તથા શ્રી,વી.એન.પરમાર એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૩-૯ રવિવાર થી શરૂ*

editor

*હડીયાણા ખાતે જે ડી સી બેંક હડીયાણા શાખા દ્વારા નાણાકીય સાક્ષરતા માર્ગદર્શન કાર્ય ક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:પ્રોહીબીશનના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment