• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: આયુષ હોસ્પિટલ ખાતે પ્લાસ્ટીક સર્જરી હેઠળ ત્રાંસી ગરદનની ઓપરેશન થી શ્રેષ્ઠ સારવાર*

મોરબી તા ૨૮ 15 વર્ષની ઉંમરના અંકિતાબેન ને જન્મથી ગરદન ત્રાંસી હતી. ગરદનની હલન-ચલન થતી ન હતી. ગળાના ભાગે દુખાવો પણ થતો રહેતો હતો. દેખાવમાં પણ ખરાબ લાગતું હતું. આયુષ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા. પ્લાસ્ટિક સર્જન ડો. આશિષ હડીયલ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું. અત્યારે વ્યવસ્થિત રીતે ગરદન ની હલન-ચલન થઈ શકે છે અને દેખાવમાં પણ સીધી ગરદન લાગે છે.
ડો. આશિષ હડીયલના કહેવા પ્રમાણે દર્દીને “congenital torticollis” નામની તકલીફ હતી. torticollis એટલે કે “ત્રાંસી ગરદન” થવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. મોટા ભાગના કેસમાં જન્મથી જોવા મળે છે. જ્યારે બાળક નાનું હોય ત્યારે વ્યવસ્થિત રીતે ફિઝીયોથેરાપી કરવામાં આવે તો ઘણા બધા કેસમાં સારું પરિણામ મળતું હોય છે. પરંતુ 1 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકમાં અથવા 1 વર્ષ સુધી કસરત કરવા છતા પરિણામ ન મળે તો ઓપરેશન કરાવવાથી પરિણામ મળી શકે છે.
દર્દી અને તેના પિતાએ સર્જરી કરી શ્રેષ્ઠ પરિણામ આપવા બદલ ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફનો ખૂબ આભાર માન્યો હતો.

Related posts

*HELLO MORBI NEWS: શ્રી જલારામ મંદિર ડીસાના સેવક સદગત દીલીપભાઇ બારોટની યોજાઈ પ્રાર્થનાસભા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:એક જ માંડવે પરણી રહેલા બે ભાઈઓએ સશક્ત લોકશાહી માટે લગ્ન પૂર્વે મતદાન કર્યું*

editor

*HELLO MORBI:વાહન (મોપેડ) ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચોર ઇસમોની ટોળકી વિરૂધ્ધ “ ગેંગક્રમ ” નો ગુન્હોનોંધતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment