• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોટરસાઈકલ ચોરીના બે અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરી ચોર-મુદ્દામાલને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ*

મોટરસાઈકલ ચોરીના બે અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરી ચોર-મુદ્દામાલને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાંકાનેર વિભાગ એસ.એચ.સારડા સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ એચ.એ.જાડેજા તથા વાંકાનેર સીટી પો.સ્ટેના સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય અને જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે ખાતે અસરકાર વાહન ચેકીંગની કામગીરીમા રોકાયેલ હોઇ તે દરમ્યાન મોરબી તરફથી એક મો.સા પુર ઝડપે આવતા તેને રોકી નામઠામ પુછી મો.સા.ના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરતા મો.સા ચાલક ઈસમની સધન પુછપરછ કરતા વાંકાનેર જયોતિ સેનેટરીમાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ તેમજ અન્ય એક મો.સા વાંકાનેર સોમાણી સેનેટરી માથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોર-મુદ્દામાલને પકડી પાડી વાંકાનેર સીટી પો.સ્ટે એ-પાર્ટ ગુ.૨.નં-૦૧૫૨/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૩(૨) તથા એ-પાર્ટ ગુ.ર.નં-૦૧૮૬/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ ઈસમો (આરોપીઓ):-
રાકેશ ઉર્ફે ગોપાલ રમેશભાઈ કામડીયા ઉ.વ.૨૧ હાલ રહે મોરબી લીલાપર ચોકડી પાસે ઝુપડામા તા.જી.મોરબી મુળ રહે.અંજાર સરકારી દવાખાના પાછળ હનુમાન ટેકરી જી-કચ્છ> કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) એક હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેનો રજી નં-GJ-03-
MN- 8518 કી.રૂ.૭૦,૦૦૦/- (૨) એક હિરો સ્પ્લેન્ડર મો.સા
ચેસીસ નંબર BLHAW120P5A57057 રૂ.૬૫,૦૦૦/-
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા તથા પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રકુમાર અંબારામભાઇ તથા યશપાલસિંહ ભવાનસિંહ તથા વનરાજસિંહ અભેસિંહ તથા બળદેવસિંહ મહાવીરસિંહ તથા વિરેન્દ્રસિંહ હરભમજી તથા વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ તથા પો.કોન્સ રાણીંગભાઇ નાજભાઇ તથા ભરતભાઇ વાલજીભાઇ તથા હિતેન્દ્રસિંહ મનુભા નાઓ જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:શેરબજારમા ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપીંડી/વિશ્વાસધાત કરતા ગુન્હામા સંડોવાયેલ વધુ બે આરોપીઓને પકડી પાડતુ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ૨૨/૦૧/૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન*

editor

કપાસના પાકમાં ગુલાબી ઈયળનાં નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીનું માર્ગદર્શન

Hello Morbi

Leave a Comment