• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:P.M.SHRI હડીયાણા કન્યા શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરાઈ*

P.M.SHRI હડીયાણા કન્યા શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરાઈ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની પી.એમ. શ્રી હડિયાણા કન્યાશાળા નવીન અને વિશિષ્ટ કાર્યો દ્વારા હંમેશા સમાજને એક નવીન રાહ ચીંધતી આવી છે. આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હડીયાણા કન્યા શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નું આયોજન કરાયું હતું.જેમાં હડીયાણા કન્યાશાળા માંથી જ અભ્યાસ કરીને અલગ અલગ ક્ષેત્રોમાં સફળ મહિલાઓ ને આમંત્રિત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે એક્સપર્ટ ટોક કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રના એક્સપર્ટ બહેનો દ્વારા બાળાઓને અને વાલીઓને સુંદર માહિતી આપવામાં આવી જેમાં ડોક્ટર નિધીબેન કાનાણી (બાળ રોગ નિષ્ણાત જાનકી મેટરનીટી હોમ જામનગર),ડોક્ટર શિવાની બેન કાનાણી (સાયકિયાટ્રિક સિનિયર રેસિડેન્ટ ડો. જી.જી. હોસ્પિટલ જામનગર) ડોક્ટર તૃપ્તિબેન ગોસાઈ ( ક્લિનિકલ્સ સાયકોલોજિસ્ટ જી.જી. હોસ્પિટલ જામનગર) દ્વારા બાળકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગે સુંદર માહિતી આપવામાં આવી. તેમજ જી.આર.ડી માંથી મૂળશ મુસ્કાન બેન દ્વારા બાળાઓને પોલીસ વિભાગ અંગેની માહિતી આપવામાં આવી. હડિયાણા પી.એચ.સી માંથી ઉપસ્થિત મહિલા નર્સિંગ સ્ટાફ દ્વારા બાળકોને સ્વાસ્થ્ય અંગેની સમજ આપવામાં આવી. ગામમાંથી સીવણ ક્ષેત્રમાં કાર્ય કરનાર સરોજબેન સાપોવડીયા તેમજ ભારતીબેન કગથરા દ્વારા બાળાઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આંગણવાડી કાર્યકર મનિષાબેન દ્વારા બાળાઓને સફળતા પ્રાપ્ત કરવા માટેના ધ્યેયોની વાત કરવામાં આવી.હડીયાણા ગામની તમામ આંગણવાડીના વર્કર બહેનો પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના શિક્ષિકા શ્રી દેવાંગીબેન એમ બારૈયા દ્વારા કરવામાં આવ્યું તથા આચાર્યશ્રી અરવિંદભાઈ મકવાણા એ ઉપસ્થિત સૌ મહિલાઓનું સ્વાગત તથા સન્માન કર્યું અને આ સંપૂર્ણ કાર્યક્રમમાં શાળાના અન્ય મહિલા શિક્ષિકાઓ હીનાબેન પરમાર, ભીમાણી ભારતીબેન,મકવાણા નીરૂબેન, કાનાણી શિલ્પાબેન ખૂબ સહયોગ આપી સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવ્યો. ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા નારી જાગૃતિ ડાન્સ રજૂ કરવામાં આવ્યો. ઉપરાંત માનસિક રોગ ચિકિત્સા વિભાગ જી. જી. સરકારી હોસ્પિટલ જામનગર દ્વારા બાળાઓ તથા મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અંગેનો સેમિનાર પણ યોજવામાં આવ્યો અને તેઓ દ્વારા શાળાની તમામ વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું…………
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*જનસંઘ થી ભાજપ સુધી ની સફર માં આજ દીન સુધી મોરબી નગરપાલીકા માં ચુંટાયેલા પૂર્વ કાઉન્સીલર્સ માટે ગેટ ટુ ગેધર (પૂનઃમિલન) કાર્યક્રમ*

Hello Morbi

વડાપ્રધાનશ્રી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ- રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હુત- ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કરશે : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

Hello Morbi

*મોરબીમાં 7 વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, હત્યાની આશંકા*

Hello Morbi

Leave a Comment