• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટમોડ પર*

*મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટમોડ પર*

*મોરબી કલેકટરશ્રી કે.બી.ઝવેરીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને સાવચેતી અને તકેદારીના પગલાં લેવા આપી સૂચના*

મોરબી, તા. ૨૬ ઓગસ્ટ

હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થયું છે. ત્યારે મોરબી કલેકટર શ્રી કે.બી.ઝવેરીએ તમામ અધિકારીઓ કર્મચારીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહી સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવા જણાવ્યું છે.

કલેકટરશ્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે સાવચેતી અને તકેદારીના પુરતા પગલાં લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ડેમમાંથી વધુ પાણી આવકના સંજોગોમાં ડેમ સાઈડના અને નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાવચેત કરવા સાથે જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા તથા બચાવની કામગીરી કરવા તેમણે જણાવ્યું છે. તદુપરાંત ભારે વરસાદના કારણે જો કોઈ નુકસાની જણાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમમા જાણ કરવા જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:ડીસા રૂરલ મામલતદાર વિપુલભાઈ બારોટે જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષો કે વ્યક્તિઓએ વાહનોની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક*

editor

*શ્રી હડીયાણા કન્યાશાળામાં ગિજુભાઈ બધેકા બાળમેળો તથા લાઈફ સ્કીલ મેળાનું આયોજન* 

Hello Morbi

Leave a Comment