• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીના પીપળી ગામના રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

મોરબી તાલુકાના પીપળી ગામના શીવપાર્ક-૨ માં આવેલ રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૫૭ કિ.રૂ..૩૨,૦૩૪/-ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી

તા.૧૦/૦૩/૨૦૨૫
શ્રી અશોકકુમાર સાહેબ (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અનુસંધાને અસરકારક કામગીરી કરવા શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. શ્રી બી.ડી.ભટ્ટ તથા શ્રી એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ASI જીજ્ઞાસાબેન કણસાગરા તથા સુરેશભાઇ હુંબલને સચુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, દર્શનભાઇ કનુભાઇ વરાળીયા રહે.મોરબી જેતપર રોડ શીવ પાર્ક-૨ પીપળી ગામની સીમ તા.જી.મોરબી વાળાએ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેનો મુદામાલ મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
૧) દર્શનભાઇ કનુભાઇ વરાળીયા/જૈનવાણીયા ઉ.વ.૨૯ ધંધો-મજુરી રહે.મોરબી જેતપર રોડ શીવ પાર્ક-૨ પીપળી ગામની સીમ તા.જી.મોરબી મુળ ગામ હડદડ તા.જી.બોટાદ
પકડવાના બાકી આરોપીનુ નામ સરનામા:-
(૧) જયરાજભાઇ ખાચર રહે.બોટાદ
પકડાયેલ મુદામાલની વિગત –
૧) મેગ્ડોવેલ્સ કંપનીની વ્હીસ્કીની કુલ બોટલો નંગ-૫૭ કિ.રૂ. ૩૨,૦૩૪/- નો મુદામાલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી વી.એન.પરમાર પોલીસ ઇન્સ પેરોલ/ફર્લો સ્કોડ મોરબી તથા પો.સબ.ઇન્સ. શ્રી બી.ડી.ભટ્ટ, શ્રી એસ.આઈ.પટેલ તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*HELLO MORBI NEWS:મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા.૧૧ એપ્રિલના રોજ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ મંજૂરી ફરજિયાત કરવાના પરિપત્ર રદ કરવા સીએમ સહિતને રજૂઆત કરતા: અજય લોરીયા*

editor

*ડીસા જલારામ મંદિરે મહાઆરતીમાં જોડાયા આગેવાનો*

Hello Morbi

Leave a Comment