• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી મા છેલ્લા ત્રણ દાયકા થી વિકાસ ની રાહ જોતી પ્રજા માટે મહાનગર પાલિકા નુ પ્રથમ બજેટ રજુ કરાયુ*

મોરબી મા છેલ્લા ત્રણ દાયકા થી વિકાસ ની રાહ જોતી પ્રજા માટે મહાનગર પાલિકા નુ પ્રથમ બજેટ રજુ કરાયુ

માર્વેલસ મોરબીનું રૂ.783 કરોડનું બજેટ : રિંગ રોડ બનાવવાની પણ જાહેરાત : સેન્ટ મેરી સ્કૂલ પાસે ફાટક ઉપર ઓવરબ્રિજ બનશે : રૂ.58 કરોડના ખર્ચે મહાપાલિકાની મુખ્ય કચેરી અને બે ઝોન કચેરી બનાવાશે, રૂ.8 કરોડના ખર્ચે 13 વોર્ડ ઓફિસ બનાવાશે : 24 સર્કલનું બ્યુટીફિકેશન કરાશે : રૂ.50 કરોડના ખર્ચે પાનેલીના જળાશયનું ડેવલોપમેન્ટ કરાશે : રૂ.15 કરોડના ખર્ચે લીલાપર તળાવનું પણ બ્યુટીફીકેશન કરાશે
મોરબી મહાનગર પાલીકા નુ આજે પ્રથમ બજેટ જીલ્લા કલેક્ટર કે બી ઝવેરી. કમિશનર સ્વપ્નિલ ખરે .ડે કમિશનર.સોની ડે કમિશનર.વારા ની ઉપસ્થિતી માં પ્રજા નુ વિકાસલક્ષી બજેટ રજુ કરાયૂ છેલ્લા ત્રણ દાયકા થી વિકાસ ની રાહ જોતી પ્રજા માટે આ બજેટ આશાના કિરણો લાવી છે.
જેમાં મોરબીને માર્વેલસની ઉપમાં આપીને અનેક મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાહેરાતો કરવામાં આવી છે. જો કે બજેટની મહત્વની વાત તો એ છે કે પ્રજા ઉપર કોઈ પણ પ્રકારનો વધારાનો કરબોજ નાખવામાં આવ્યો નથી. આમ પ્રથમ બજેટ મોરબીવાસીઓ માટે માત્ર સુવિધા આપનારૂ રહ્યું છે.
બજેટ રજૂ કરતા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું કે વર્ષ 2025-26 નું બજેટ મોરબી શહેર તથા નવીન સમાવેશ થયેલ ગામોના વિકાસ અંતર્ગત શહેરીજનોને તથા ગ્રામજનોની સુખાકારી સારું તમામ આંતરમાળખાકીય સવલતો જેવી કે, સફાઈ વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા અવિરત મળતી રહે તેમજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં નવીન રોડ, બગીચાઓ, તળાવ ડેવલપમેન્ટ વિગેરે સેવાઓ પૂરી પાડી શકાય તે હેતુસર બજેટ તૈયાર કરવામાં આવેલ છે. માર્વેલસ મોરબીની અવિરત વિકાસ યાત્રામાં અવનવા પ્રકરણો ઉમેરવા અને નાગરિકોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા હાથ ધરવામાં આવતા પ્રયાસોના ભાગરૂપે ભાવિ રોડ મેપની આછેરી ઝલક પ્રસ્તુત કરતું મોરબી મહાનગરપાલિકાનું રૂ.783/- કરોડનું બજેટ તૈયાર કરવામાં આવેલ છે.
આ બેજટની મુખ્ય જાહેરાતો જોઈએ તો મચ્છુ નદી ઉપર બે બ્રિજ અને એક બેઠો પુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉમિયા સર્કલે પણ રૂ.75 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.આ સાથે રિંગ રોડ બનાવવાની પણ જાહેરાત થઈ છે. સેન્ટમેરી સ્કૂલ પાસે રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રૂ.58 કરોડના ખર્ચે મહાપાલિકાની મુખ્ય કચેરીઅને બે ઝોન કચેરી બનાવાશે, રૂ.8 કરોડના ખર્ચે 13 વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે. શહેરના 24 સર્કલનું બ્યુટીફિકેશન કરવાનું પણ જાહેર થયું છે. વધુમાં રૂ.50 કરોડના ખર્ચે પાનેલીના જળાશયનું ડેવલોપમેન્ટ અને રૂ.15 કરોડના ખર્ચે લીલાપર તળાવનું બ્યુટીફીકેશન કરવાની પણ જોગવાઈ થઈ છે.
આ બજેટમાં મૂડી ખર્ચમાં બાંધકામ શાખા, રસ્તા, નાલા, પૂલ તથા ફુટપાથ માટે રૂ.362.51 કરોડ, ગ્રાન્ટ સામે રૂ.213.52 કરોડ, અગ્નિશમન શાખા માટે રૂ.63 કરોડ, આઈ.ટી. ડિપાર્ટમેન્ટ માટે 25.75 કરોડ વોટર વર્કસ શાખા માટે રૂ.10 કરોડ, કોમ્યુ. હોલ, ઓડીટોરીયમ, વાંચનાલય, વોર્ડ ઓફિસ માટે રૂ.10 કરોડ, રોશની શાખા માટે રૂ.3.15 કરોડ, વર્કશોપ શાખા માટે રૂ.2.10 કરોડ, અન્ય માટે રૂ.29.5 લાખ મળી કુલ મૂડી ખર્ચ રૂ.690.35 કરોડ ફાળવવામાં આવ્યો છે. જ્યારે મહેસુલી ખર્ચમાં ખાસ કન્ઝર્વન્સી માટે રૂ.18.66 કરોડ, વોટર વર્કસ માટે રૂ.11.54 કરોડ, સ્ટાફ અન્ય ખર્ચ રૂ.8.25 કરોડ, ચૂંટણી શાખા માટે રૂ.5.01 કરોડ, જી.એ.ડી. માટે રૂ.4.75 કરોડ, જનરલ કનઝર્વન્સી માટે રૂ.4.56 કરોડ, વર્કશોપ માટે રૂ.3.74 કરોડ, ડ્રેનેજ માટે રૂ.3.41 કરોડ, અન્ય માટે રૂ.2.88 કરોડ, બાંધકામ માટે રૂ.2.63 કરોડ, જાહેર બગીચા બાલ ક્રિડાંગણ માટે રૂ. 1.72 કરોડ, વેરા વસૂલાતમાટે રૂ.1.35 કરોડ, અગ્નિશમન શાખા માટે રૂ. 1.25 કરોડ, લોન ચાર્જીસ માટે રૂ.1.20 કરોડ, સુરક્ષા શાખા માટે રૂ.1.01 કરોડ, કમિશનર વિભાગ માટે રૂ.77.6 લાખ, રોશની શાખા માટે રૂ.36.85 લાખ મળી કુલ 73.17 કરોડ ફાળવવામાં આવ્યા છે.
રૂ.10 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવાશે
મોરબીમાં સ્પોર્ટ્સ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહિવત જેવું છે.જેને ધ્યાને લઇ મહાપાલિકા દ્વારા બજેટમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે રૂ.10 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. વધુમાં કોમ્યુનિટી હોલના રીનોવેશન માટે રૂ. 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજરંગ અખાડા પાસે વ્યાયામ શાળાના આધુનિકરણ માટે રૂ.1.25 કરોડ ફાળવવામાં આવ્યા છે.
મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાશે, 4 જગ્યાએ પે& પાર્ક વ્યવસ્થા ગોઠવાશે, 5 જગ્યાએ સિગ્નલ લગાવાશે

મહાપાલિકા દ્વારા શહેરમાં રૂ.10 કરોડના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં શહેરી વિસ્તારમાં વિવિધ 4 જગ્યા પર પે & પાર્ક સુવિધા ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે અર્બન ટ્રાન્સપોટેશન રૂ.5 કરોડના ખર્ચે બસ ડેપો બનાવવામાં આવશે. શહેરી વિસ્તારમાં વિવિધ 14 જગ્યા પર બસ ડેપો પણ બનાવવામાં આવશે. ઉપરાંત શહેરી વિસ્તારમાં વિવિધ 5 જગ્યા પર રૂ.1.25 કરોડના ખર્ચે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવશે.
કચરા કલેક્શન અને નિકાલની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરાશે
મહાપાલિકા દ્વારા બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે ટુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરાશે.
હયાત ડમ્પસાઇટ ખાતે MRF પ્રોસેસીંગ પ્લાન્ટ બનવાનું કામ હાથ ધરાશે અને ઈસ્ટ તથા વેસ્ટ ઝોન ખાતે ટ્રાન્સફર સ્ટેશનબનાવવાનું કામ હાથ ધરાશે. ઉપરાંત સમગ્ર શહેરમાં 100 % ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થા ગોઠવાશે. જેમાં 9 ગામોને પણ આવરી લેવામાં આવશે. ડમ્પ સાઈટ ખાતે ભીના કચરાનો પ્રોસેસિંગ પ્લાન્ટ નખાશે. આ કામગીરી માટે 22 ટીપિંગ ટ્રક, 2 લોડર, 6 ડમ્પર અને 400 વ્હિલબોરોવસની મદદ લેવાશે.
5 રોડને આઇકોનીક રોડ તરીકે વિકસાવવામાં આવશે
મહાપાલિકાના બજેટમાં 5 રોડને આઇકોનીક રોડ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શનાળા રોડ (3.5 કિમિ), નવલખી રોડ (1.5 કિમિ), નાની કેનાલ રોડ (2.250 કિમિ), એસપી રોડથી આલાપ રોડ (0.95 કિમિ), લાલબાગ- અરુણોદય સર્કલ- ઉમા સ્કૂલ (2.2 કિમિ)નો સમાવેશ થાય છે.
શહેરમાં નવી 50 આંગણવાડી બનશે
મોરબી મહાપાલિકાના બજેટ વેળાએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મોરબી શહેરી વિસ્તારમાં 50 જગ્યા ઉપર આંગણવાડીબનાવવાની જાહેરાત કરી છે. આ માટે બજેટમાં રૂ.10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં વિવિધ 4 જગ્યાએ UHC બનાવવામાં આવશે. શહેરી વિસ્તારમાં મેલેરીયા વિભાગની બિલ્ડીંગ બનાવવા માટે રૂ.2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નવા ત્રણ ફાયર સ્ટેશન બનશે
મહાપાલિકા દ્વારા બજેટમાં જાહેર કરવામાં આવ્યું છે કે વર્ષમાં 365 દિવસ 24 કલાક કાર્યરત એવો ફાયર વિભાગ મોરબી જીલ્લાના વિસ્તારોમાં આગ અને અકસ્માતના કિસ્સાઓમાં ત્વરિત કામગીરી માટે સજ્જ રહેશે.જુદી-જુદી 3 જગ્યાએ ફાયર સ્ટેશનના નવા બિલ્ડીંગનું કામ હાથ ધરવામાં આવશે. જેના માટે રૂ.45 કરોડ ફાળવવામાં આવ્યા છે. ફાયર સ્ટેશનો માટે રૂ.18 કરોડના ખર્ચે વાહન ખરીદી કરાશે.

લાઈબ્રેરીઓ માટે રૂ. 12.75 કરોડની ફાળવણી, કેસરબાગમાં સૌપ્રથમ ગાર્ડન લાઈબ્રેરી બનશે

મહાપાલિકાએ લોકોના વાંચન શોખ પ્રત્યે ઉદારતા દાખવી છે.લાઈબ્રેરીઓ માટે કુલ રૂ. 12.75 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં શંકર બાગ ખાતે નવી મોર્ડન લાઈબ્રેરીનું બિલ્ડીંગ બનાવવાનું અને જાળવણીના કામ માટે રૂ.2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે હયાત 3 લાઈબ્રેરીના બિલ્ડીંગના રીનોવેશન કામગીરી માટે રૂ. 75 લાખની જોગવાઈ તેમજ ગ્રીનચોક લાઈબ્રેરી રીનોવેશન અને બ્યુટિફિકેશનના કામ માટે રૂ.10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત કેસર બાગમાં સૌપ્રથમ ગાર્ડન લાઈબ્રેરી બનાવવામાં આવશે.

ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનશે, જ્યાંથી સમગ્ર શહેર ઉપર નજર રાખી શકાશે

મોરબી મહાપાલિકાએ બજેટમાં ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવા માટે રૂ.25 કરોડની જોગવાઈ કરી છે. આ સેન્ટરમાં શહેરભરના સીસીટીવી કેમેરાની કમાન્ડ હશે એટલે અહીંથી શહેરના તમામ વિસ્તારો ઉપર નજર રાખી શકાશે. આ ઉપરાંત વ્યક્તિગત સેવાઓ માટે Al Powered ડેશબોર્ડ, પ્રોજેક્ટ મોનિટરીંગ માટે GIS આધારિત વર્ક-ફ્લો ટ્રેકિંગ સિસ્ટમ, વેબસાઈટ, એપ, પ્રોજેકટ મોનિટરિંગ સીસ્ટમ ડેવલોપમેન્ટ સહિતની વ્યવસ્થા ઉભી કરાશે.
મચ્છુ નદી પર રિવરફ્રન્ટ બનશે, નગરદરવાજા- ગ્રીન ચોક- દરબારગઢ વચ્ચે હેરિટેજ પાથ બનશે

મહાપાલિકાના બજેટમાં આગવી ઓળખ રૂપે જાહેરાત કરવામાં આવી છે કેલીલાપર ચોકડીથી દલવાડી સર્કલ સુધી સિંચાઈની મુખ્ય કેનાલ ઉપર કેનાલ કન્ડયુટ લગાવાશે. મહેન્દ્ર ડ્રાઈવ રોડનું બ્યુટીફિકેશન થશે. મચ્છુ નદી પર રિવરફ્રન્ટ બનશે. નગરદરવાજા-ગ્રીન ચોક- દરબારગઢ સુધી હેરિટેજ પાથ પણ બનશે.

બજેટમાં થયેલી અન્ય જાહેરાતો

• મહાપાલિકા વિસ્તારમાં નવી DP બનાવવાનું આયોજન – રૂ. 5 કરોડ

• 20,000 વૃક્ષોના વાવેતરની કામગીરી અને હયાત 9 ગાર્ડનનું રીનોવેશન – રૂ. 8.75 કરોડ

• WTP ખાતે SCADA બેઈઝ સીસ્ટમ લગાવાનું કામ જોગવાઈ – રૂ.5 કરોડ

• શોભેશ્વર રોડ ખાતે નવા WTP 43 MLD જોગવાઈ – રૂ.3 કરોડ

• પીવાના પાણીનું નિયમિત વિતરણ કરવા વાલ્વ સિસ્ટમ લગાવવાની જોગવાઈ – રૂ.5 કરોડ

• શ્રી કુંજ ચોકડીથી સારસ્વત સોસાયટી, એલઈ કોલેજથી કેસર બાગ અને મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે નવી લાઈનનું કામ

• મહાનગર પાલિકા હદ વિસ્તારમાં કનેક્શન ચેમ્બરનું કામ -રૂ.77 કરોડ

• ઓનલાઈન ફરિયાદ નિવારણ સિસ્ટમ જોગવાઈ – 6 કરોડ

• નવા વાહનોની ખરીદી, ટ્રક માઉન્ટેડ સ્વિપિંગ મશીન, 1 જેટીંગ કમ સક્શન મશીન, ડીસીલ્ટિંગ મશીન, 5 મેનહોલ કલિનિંગ મશીન લેવાશે

• હયાત ડ્રેનેજ પાઈપ લાઈનના અપગ્રેડેશનનું કામ – રૂ.10 કરોડ

• હયાત STPના O&Mનું કામ -10 કરોડ

• નવા STP બનાવવાનું કામ – રૂ.42 કરોડ

• હયાત 3 ભુગર્ભ પમ્પિંગ સ્ટેશનના મરામત અને O&Mનું કામ -7 કરોડ
• નંદીઘર પાસે સ્ટોર બિલ્ડીંગનું કામ -1.5 કરોડ

• નંદીઘર પાસે એન્જિનિય રિંગ સ્ટોર બિલ્ડીંગનું કામ રૂ.1.5 કરોડ

• નંદીઘર પાસે વર્કશોપ બિલ્ડીંગનું કામ રૂ.6 કરોડ

• વિવિધ વિભાગો માટે વાહનની ખરીદી

• મુખ્ય રસ્તાઓ પર સેન્ટ્રલ લાઈટીંગ સીસ્ટમનું કામ – 3 કરોડ

• CCMS મેઈન્ટેન્સનું કામ – રૂ.1 કરોડ

• હાઈ માસ્ટ ટાવર – રૂ.28 લાખ

• ભક્તિનગર, માળિયા ફાટક અને પાડા પૂલ પર લાઇટિંગનું કામ

• સેન્ટ્રલ લાઈટીંગના ફરીયાદ નિવારણ માટેની વ્યવસ્થા

• લાતીપ્લોટમાં પાણી, રોડ તથા સ્ટ્રોમ વોટરની સુવિધા

• રોહિદાસપરામાં પાણી, રોડ, ભુંગર્ભ તેમજ સ્ટ્રોમવોટરની સુવિધા

• રણછોડનગરમાં પાણી, રોડ તથા ભુગર્ભગટરની સુવિધા
• કન્યા છાત્રાલય રોડ ડેવલોપમેન્ટ

• સરદારબાગ વિસ્તાર તથા ચક્કર રોડમાં સ્ટ્રોમ વોટરની સુવિધા

• વીસીપરા મેઈન રોડમાં રોડ તેમજ ભુગર્ભની સુવિધા

• પૂજારા સ્ટોરથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર રોડનું ડેવલપમેન્ટ

Related posts

*મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમી ના પાવન પર્વ નિમિતે રામધૂન, ૫ થી ૧૨ વર્ષ ના બાળકો માટે વેશભુષા સ્પર્ધા, મહાઆરતી તેમજ દરેક રામભક્તો માટે મહાપ્રસાદ સહિત ના કાર્યક્રમો યોજાશે.*

Hello Morbi

*શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં એક બાળ એક ઝાડ અંતર્ગત વુક્ષારોપણ કાર્યક્રમ ની ઉજવણી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન નો કાર્યક્રમ કરવામાં આવ્યો*

editor

Leave a Comment