
મોરબી: તા ૨ ઉપરોક્ત વિષયે જયભારત સાથ જણાવવાનું કે,ફોર વ્હીલર માટે GJ36 AR સીરીઝની ટેન્ડર પ્રક્રીયા તા:-૧૧/૦૪/૨૦૨૫ થી શરુ થનાર છે. તા:-૧૧/૦૪/૨૦૨૫ ૦૪:૦૦ P.M થી તા:-૨૫/૦૪/૨૦૨૫ ૦૪:૦૦ P.M સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા:-૨૫/૦૪/૨૦૨૫ ૦૪:૦૦ P.M થી તા:-૨૭/૦૪/૨૦૨૫ ૦૪:૦૦ P.M સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તથા તા:-૨૭/૦૪/૨૦૨૫ નારોજ ૦૫:૦૦ P.M ઓક્શન નુ પરિણામ www.parivahan.gov.in/fancyપર જાહેર કરવામાં આવશે. તેમજ બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૫ દિવસમાં ઉપરોક્ત વેબ સાઈટ પર જઈને કરવાનું રહેશે.તેમજ ઉપરોક્ત રકમનું ચુકવણુ ઉપરોક્ત સમયમર્યાદામાં ન થાય તો પસંદગીનો નંબર રદ કરવામાં આવશે. જેથી પસંદગી નંબર મેળવવા ઈચ્છતી મોટરીંગપબ્લીકની જાણ માટે સામેલ છે તેવું મોરબી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારી દ્વારા જણાવ્યું છે
