• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી તાલુકાના લગધીરપુર રોડ ઉપર આવેલ ફેમ સીરામિક કારખાનામાં માંથી અપહરણ થયેલ ભોગબનનારને શોધી આરોપીને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના ગધીરપુર રોડ ઉપર આવેલ ફેમ સીરામિક કારખાનામાં માંથી અપહરણ થયેલ ભોગબનનારને શોધી આરોપીને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી /શરીર સંબંધી બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

મોરબી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૮૯૦૦૫૨૫૦૭૦૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૧૩૭(૨), ૮૭, ૬૪(૨)(આઇ)(એમ), ૬૫(૧), તથા પોકસો એકટ કલમ-૫(એલ), ૬, મુજબનો ગુન્હો તા-૦૨/૦૨/૨૦૨૫ ના બપોરના આશરે ત્રણેક વાગ્યાથી ચારેક વાગ્યા વચ્ચે કોઇપણ સમયે મોરબી તાલુકા લગધીરપુર રોડ ઉપર આવેલ ફ્રેમ સીરામિક કારખાનામાં બનેલ છે.આ ગુન્હો તા.૨૯/૦૩/૨૦૨૫ ના કલાક ૨૦/૨૩ વાગ્યે જાહેર થયેલ છે.આ કામના આરોપીએ સાહીલ દયારામ નાનો ફરીયાદીની સગીરવયની દિકરીને ફરીયાદીની કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી અપહરણ કરી લઇ જતા ગુનો કર્યા અંગેની હક્કીત જાહેર થતા ઉપરોકત ગુન્હો રજી થયેલ હતો.
બાદ સદરહુ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ જીલ્લા પોલીસ અધિક્ષક મોરબી તથા પી.એ.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરબી નાઓએ આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એસ.કે.ચારેલ નાઓએ અલગ-અલગ પોલીસ માણસોની ટીમો બનાવીને ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અનુસાર પોલીસ હેડ કોન્સ. હરદિપસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ.કુલદિપભાઇ કાનગડ તથા હરવિજયસિંહ ઝાલા નાઓએ ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી ભોગબનનાર તથા આરોપીને સુરત શહેર પાંડેસરા ગુ.હા.બોર્ડ ઉમીયા રેસીડેન્સી ખાતેથી શોધી કાઢી આરોપીને તા.૦૪/૦૪/૨૦૨૫ ના કલાક ૨૦/૨૫ વાગ્યે ગુન્હાના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ ભોગબનનારને તેમના માતા-પિતાને સોપ્લે છે.
પકડાયેલ આરોપી :-> સાહુલ ઉફે સાહિલ દયારામ લોદી ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે. બડેગાવ મશરીયા થાના ગાજીપુર જી.ફતેપુર ઉતરપ્રદેશ> કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટર શ્રી એસ.કે. ચારેલ તથા એ.એસ.આઇ.નાયણભાઇ છૈયા પોલીસ હેડ કોન્સ.હરદિપસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ કુલદિપભાઇ કાનગડ તથા પ્રફુલભાઇ સોનાગ્રા તથા હરવિજયસિંહ ઝાલા તથા મહેશભાઇ મંઢ નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા આયોજન સમિતિનો ચુંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ*

editor

*HELLO MORBI NEWS; મોરબી:આયુષ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*

editor

*ટંકારામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની માંગ ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે જિલ્લા કલેકટરને કરી રજુઆત : ધારાસભ્ય કગથરા અને પૂર્વ ધારાસભ્ય મોહનભાઇને પણ ટંકારા માટે કંઈક કરી છૂટવા પ્રજાની માંગ*

Hello Morbi

Leave a Comment