• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ખાખરાળાં પ્રાથમિક તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન*

ખાખરાળાં પ્રાથમિક તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
મોરબીના ખાખરાળાં ગામમાં આવેલ પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા તા. 02/05/2025 ને શુક્રવાર ના રોજ સવારે 8.00 વાગ્યે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં શતાબ્દી મહોત્સવ, ગુરુ વંદના અને સ્નેહમિલન જેવા કાર્યક્રમ નું આયોજન ખાખરાળાં ગામ સમસ્ત કરવામાં આવેલ છે
આ કાર્યક્રમ માં અત્યાર સુધીમાં અભ્યાસ કરી ને ગયેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ને આ ન્યુઝ ના માધ્યમથી આમંત્રણ પાઠવવામાં આવે છે તેમજ આ શાળામાં જે આચાર્ય અને શિક્ષકો એ સેવા આપી છે એ તમામ ને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે
આ કાર્યક્રમમા મહા મંડલેશ્વર 1008 શ્રી શ્રી પરમ પૂજ્ય માં કનકેશ્વરીદેવીજી( ખોખરાધામ-બેલા),તેમજ મૂળ ખાખરાળાં ના અને આધ્યાત્મિક ગુરુ અને જેમના અઢળક પુસ્તકોથી આપણે સૌને આધ્યાત્મિક અને યોગ નું માર્ગદર્શન મળે છે તેવા શાંતિ નિકેતન આશ્રમ – જોધપર ના પરમ પૂજ્ય શ્રી ભાણદેવજી મહારાજ, નકલંક મંદિર – બગથળાના પરમ પૂજ્ય મહંત શ્રી દામજી ભગત ની પ્રેરક ઉપસ્થિતી છે અને હાજર શ્રોતાને આશીર્વચન આપશે
જો આપ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ આચાર્ય કે શિક્ષક રહી ચુક્યા હોઈ અને આપ ઉપસ્થિત રહેવા ઇચ્છતા હોઈ તો અને તો જ કાર્યક્રમ માં આપનું રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર 9898643235 અને 9879035089 પર ચોક્કસ કરાવશો
ભૂતપૂર્વ આચાર્ય કે શિક્ષક જો હૈયાત ના હોઈ તો તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આ સન્માન માટે હાજર રહેવા જણાવવામાં આવે છે

Related posts

*જોડિયા હોસ્પિટલ માં TB ના દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ માં ઘટાડા ના પોર્ટિંન વિટામિન રાશન ની કીટ આપવામાં આવી*

Hello Morbi

*જામનગર યોજાયેલ ફૅશન ફેનઝી નેશનલ લેવલ ફેશન શો 2021 માં વિનર મિસ ગુજરાત મોરબીની મોરબીની વિશ્વા ત્રિપાઠી*

Hello Morbi

*થરા-કાંકરેજના જાણીતા સેવાભાવી કાર્યકર નિરંજનભાઈ અચરતલાલ ઠકકરનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

Leave a Comment