• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:વાંકાનેરના હોલમઢ ગામની સીમમાં આવેલ આરોપીની વાડીમાં વાઢેલી લીલી જારના પુળા નીચે સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામની સીમમાં આવેલ આરોપીની વાડીમાં વાઢેલી લીલી જારના પુળા નીચે સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૫૬૪ તથા બીયર ટીન નંગ-૧૫૧૨ મળી કુલ કિ.રૂ.૫, ૨૭,૪૦૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી
તા.૦૧/૦૫/૨૦૨૫
શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા અનુસંધાને અસરકારક કામગીરી કરવા એમ.પી.પંડયા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જે અન્વયે પો.સબ.ઇન્સ. શ્રીબી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.પી.પંડયાનાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, બચુભાઇ પોપટભાઇ બોળીયા ભરવાડ રહે.હોલમઢ ગામ તા.વાંકાનેર વાળાએ હોલમઢ ગામની સીમ જાલીડા જવાના જુના કાચા રસ્તે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીમાં લીલી વાઢેલ જારના પુળા નીચે ઇગ્લીશ દારૂ બીયરનો જથ્થો સંતાડી રાખી તેનુ વેચાણ કરે છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેનો મુદામાલ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.> અટક કરવા પર બાકી આરોપીનુ નામ સરનામુ:-
બચુભાઇ પોપટભાઇ બોળીયા ભરવાડ રહે.હોલમઢ ગામ તા.વાંકાનેર જી.મોરબી> પકડાયેલ મુદામાલની વિગત –
(૧) બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની સીલ પેક બોટલો નંગ-૫૬૪ ७.३.३,३८,४००/-
(૨) કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ૫૦૦ મીલીના સીલપેક બીયર ટીન નંગ-૧૫૧૨ કિ.રૂ.૧,૮૯,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૨૭,૪૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી વી.એન.પરમાર પો.ઇન્સ. પેરોલ-ફર્લો તથા પો.સબ.ઇન્સ. શ્રી બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી./ પેરોલ-ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*HELLO MORBI:બે વિભિન્ન સંસ્કૃતિઓને એક કરતો સંગમ, સાર્થક કરશે અનેક બહુમૂલ્ય અભિગમ”*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આયુષ હોસ્પિટલ ખાતે ન્યુરોસર્જન ડૉક્ટર પ્રતીક પટેલ સાહેબ દ્વારા સફળતાપૂર્વક સ્પાઇન ટ્યુમરનો ઓપરેશન કરવામાં આવ્યું*

editor

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ના ૧૪ મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: ૩૪ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પડ્યા*

editor

Leave a Comment