• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBIOther

*જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને આરોગ્યલક્ષી વિવિધ કમિટિઓની બેઠક મળી*

મોરબી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે થતી કામગીરીની સમિક્ષા કરાઇ

જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને આરોગ્યલક્ષી વિવિધ કમિટિઓની મળેલ બેઠકમાં જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે થતી કામગીરીની સમિક્ષા કરી વિવિધ સુચનો કર્યા હતા.

ગત શુક્રવારે કલેકટર કચેરીના સભાખંડમાં આરોગ્ય વિભાગને લગતી વિવિધ કમિટિઓ જેમાં સંચારી રોગચાળા અટકાયત અંગેની જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની ત્રિમાસીક બેઠક, PC-PNDT ACT હેઠળ એડવાઇઝરી કમિટિ, મેલેરિયા સંકલન સમિતિ, આરોગ્ય વિષયક કાર્યક્રમોના પ્રચાર-પ્રસાર અને અમલીકરણ અંગેની અવેરનેશ કમિટિ સહિતની અન્ય કમિટિઓની બેઠકમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ચાલતી કામગીરીની જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલે સમિક્ષા કરી અસરકારક કામગીરી કરવા નિર્દેશો આપી તમામ કામગીરીના સમયસર રિપોર્ટ તૈયાર કરી મોકલી આપવા જરૂરી સુચના આપી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કતીરાએ બેઠકનું સંચાલન કરતાં ઉપરોક્ત વિવિધ કમિટિ હેઠળ થઇ રહેલ કામગીરી અંગેના રિપોર્ટ રજૂ કર્યા હતા જેમાં સેક્સ રેસીયો, તમ્બાકુ નિયંત્રણ પ્રોગ્રામ, હિમોગ્લોબીન, ચિંરંજીવી યોજના, બાલ શખા યોજના, મેલેરીયા મુક્તિ અભિયાન ૨૦૨૦ બાબતોનો સમાવેશ થાય છે. આરોગ્ય વિષયક કાર્યક્રમોના પ્રચાર-પ્રસાર અને અમલીકરણ અંગે કોરોના સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલા ભરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગને લગતી આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ ઉપરાંત જિલ્લા પોલીસવડાશ્રી એસ.આર. ઓડેદરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કતીરા, સિવિલ હોસ્પિટલના અધિક્ષકશ્રી દુધરેજીયા, કોવીડ-૧૯ નોડેલ અધિકારીશ્રી વારેવડીયા, ડૉ. બાવરવા, ડૉ. સરડવા, સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, મોરબી ચીફ ઓફીસરશ્રી ગીરીશ સરૈયા, દરેક તાલુકાના આરોગ્ય અધિકારી, અર્બન હેલ્થ ઓફિસર સહિત આરોગ્ય ખાતાનો સ્ટાફ તેમજ, સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Related posts

*HELLO MORBI: મોરબી: શ્રીમતી ઉર્વશીબેન પંડ્યા ને ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા તેમનો સન્માન કાર્યક્રમ યોજાયો*

editor

*જોડીયા ની શ્રી જે ડી વી કન્યાશાળા ખાતે જ્ઞાનશક્તિ દિનની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ :મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા વિનાના ચૂંટણીને લગતાચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં*

Hello Morbi

Leave a Comment