• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ*

મોરબીમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાતામાં અને જિલ્લાના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી વિતરણ કરવામાં આવે તથા ચોમાસા પૂર્વે રસ્તાઓ પરના ખાડા બુરી પેચવર્ક કરવામાં આવે તે સહિતના મુદ્દે પ્રજાલક્ષી અભિગમ દાખવી કામગીરી કરવા વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા સંકલન સમિતિના વિવિધ પત્રકો તથા સ્વાગત પોર્ટલ અને પી.જી. પોર્ટલ પરની પેન્ડિંગ અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરીશ્રી એસ.જે. ખાચર, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વાંકાનેરના વીડી જાંબુડીયા ગામમાથી જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડી જુગાર ધારાનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

*HELLO MORBI NEWS:મોરબી:વિજય હેરડ્રેસર ખાતે લીમડા ના કોલ નું વિતરણ વિનામૂલ્યે*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી ગુરુવારે કોરોના મા મૃત્યુ પામનાર દીવગંતો ના આત્મા ની શાંતિ અર્થે વૈદીક મહાયજ્ઞ તથા શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ નુ આયોજન*

Hello Morbi

Leave a Comment