• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા નજીક લુંટ કરનાર આરોપીઓને આશરો આપી મદદગારી કરનાર કારખાનેદારની ધરપકડ*

ટંકારા ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં આંગડીયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના ધોકા બતાવી રોકડ રૂ.૯૦,૦૦,૦૦૦/- ની માતબર રકમની લુંટ/ધાડ કરનાર આરોપીઓને આશરો આપી મદદગારી કરનાર કારખાનેદાર આરોપીની ધરપકડ કરતી ટંકારા પોલીસ
શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ, રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લાનાઓએ મોરબી જિલ્લામાં બનતા મિકલત સબંધી ગુનાઓના આરોપીઓને તાત્કાલીક પકડી પાડી મિલકત સબંધી ગુનાઓમાં પરિણામલક્ષી કામગીરી કરી મુદામાલ રીકવર કરવા ખાસ સુચના કરેલ હોય
ગઇ તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ નિલેષભાઇ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર રહે. રાજકોટ વાળા બન્ને રાજકોટ ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા XUV-300 નં-GJ-03-NK-3502 વાળીમાં લઇને રાજકોટ થી મોરબી આવતા હોય તે બલેનો કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયાર વડે ફરીયાદી પર હુમલો કરી XUV-300 નં-GJ-03-NK-3502 માંથી રોકડા રૂપીયા-૯૦,૦૦,૦૦૦/- ની લુંટ ધાડ કરી નાશી ગયેલ હોય જેથી ફરીયાદીશ્રીએ સાતેક અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૪૭૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૦(૨),૩૨૪(૪) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ તા.૨૧/૦૫/૨૦૨૫ ના કલાક-૨૦/૪૫ વાગ્યે ગુનો રજીસ્ટર કરાવેલ હતો.
ઉપરોકત ગુનાના કામે નાકાબંધી દરમ્યાન આરોપી (૧) અભિભાઇ લાલાભાઇ અલગોતર (ભરવાડ) ઉવ-૨૪ (૨) અભીજીતભાઇ ભાવેશભાઇ ભાર્ગવ (બ્રાહમણ) ઉવ-૨૫ રહે. બન્ને ભાવનગર વાળાઓ પાસેથી રોકડા રૂપીયા-૭૨,૫૦,૦૦૦/-,મોબાઇલ નંગ-૦૫, બલેનો કાર નંબર- GJ-04-EP-7878 ની કી.રૂ. ૫,૦૦,૦૦૦/-, પોલો કાર નંબર-GJ-01-RE-7578 ધાડમાં લુટાયેલ ડોકયુમેન્ટની બેગ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૮૧,૫૦,૦૦૦/-નો મુદામાલ કબજે કરી અટક કરવામાં આવેલ હતા. જે બન્ને આરોપીઓની પુછપરછ દરમ્યાન સહ આરોપી તરીકે હીતેષભાઇ પાચાભાઇ ચાવડા તથા નિકુલભાઇ કાનાભાઇ અલગોતર તથા દર્શીલ ભરવાડ, કાનો આહીર વિગેરે નામ ખુલવા પામેલ હતા.જે બન્ને આરોપીઓના દિન-૭ ના રીમાન્ડ મેળવી આરોપીની યુકિતપ્રયુકિતથી વિશેષ પુછપરછ દરમ્યાન મુખ્ય આરોપી હીતેષ ચાવડા અન્ય સહ આરોપી અલ્પેશ રહે. સુરત વાળા સાથે સંપર્કમાં રહી લુંટનો પ્લાન ઘડી અલ્પેશના કહેવાથી ટંકારા તાલુકાના લતીપર રોડ, જબલપુર ગામના પાટીયા નજીક આવેલ બાલાજી કોઇર પ્રોડકટ નામના કારખાનુ સંચાલન કરનાર દિગ્વીજય પટેલનો સંપર્ક કરી બાલાજી પ્રોડકટ કારખાને તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ આવી અન્ય આરોપીઓને બોલાવી લુંટ/ધાડનો પ્લાન બનાવી તમામ આરોપીઓને એકસંપ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડી રાજકોટ થી મોરબી આવતી આંગડીયા પેઢીની કારની રેકકી કરવા દિગ્વીજય પટેલને રાજકોટ બેડી ચોકડી પાસે અગાઉથી મોકલી રોકડા રૂપીયા ભરેલ કાર બેડી ચોકડીએ પાસ થયેલ ત્યારે દિગ્વીજય પટેલે તે અંગેની માહીતી અલ્પેશને આપી અલ્પેશએ લુંટ/ધાડ કરવા અગાઉથી છતર ગામ નજીક ઉભેલ આરોપીઓને તે અંગે માહીતી આપી રોકડા રૂપીયા-૯૦,૦૦,૦૦૦/- ની લુંટ/ધાડના ગુનામાં આરોપીઓને પોતાના કારખાને રહેવા, જમવા, તેમજ લુંટ સમયે ફરીયાદીની કારની રેકકી કરી તમામ સગવડો કરી આપી આરોપીઓ સાથે મળી ગુનાહીત કાવતરૂ રચી મદદગારી કરેલ હોય જે ગુનામાં બાલાજી પ્રોડકટ કારખાનાનુ સંચાલન કરનાર દિગ્વીજયભાઇ અમરશીભાઇ ઢેઢી (પટેલ) ઉ.વ. ૩૨ રહે.લગધીરગઢ તા.ટંકારા જી.મોરબી વાળાની ધરપકડ કરી રીમાન્ડ મેળવવા તજવીજ કરી સહ આરોપીઓ અંગે માહીતી મેળવવા આગળની તપાસ તજવીજ ચાલુમાં છે.> કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-શ્રી સમીર સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ, વાંકાનેર,
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સેકટર એલ.સી.બી. મોરબી, શ્રી કે.એમ.છાસીયા પોલીસ ઇન્સેકટર ટંકારા પો.સ્ટે. એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબી તથા ટંકારા પોલીસ સ્ટાફનાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે ૯૧૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS: હળવદ રોડના સિરામિક ઉધોગકારોનુ પ્રશંસનીય અને પ્રેરણાદાયી કાર્ય*

editor

*HELLO MORBI: ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિધાનસભા ૬૫-મોરબી-માળિયા બેઠક પર જીત ના પ્રબળ દાવેદાર*

Hello Morbi

Leave a Comment