• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ કરાયો*

મોરબી જિલ્લામાં વિકાસની જરૂરિયાતો અને સરકારની પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખી નાબાર્ડ – રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકના જિલ્લા વિકાસ મેનેજર (ડીડીએમ)ના નવા કાર્યાલયનો મોરબીમાં શનાળા રોડ પર શુભારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે નાબાર્ડ ના ડીએમડી એ.કે. સૂદએ જણાવ્યું હતું કે, નિશ્ચિત વિસ્તારોમાં નવા કાર્યાલયો ખોલવાથી નાબાર્ડ કૃષિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં નવીન આયામો હાંસલ કરવા સક્ષમ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લો નાબાર્ડની કામગીરીમાં અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા સાથે જોડાયેલ હતો. ત્યારે ગત તારીખ ૩૦/૦૫/૨૦૨૫ ના રોજ નાબાર્ડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરશ્રી ડો. એ.કે. સૂદએ સમગ્ર દેશમાં ૫૪ નવા કાર્યાલયોનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં મોરબીનો સમાવેશ થાય છે.
શુભારંભ પ્રસંગે નાબાર્ડના ડીએમડી શ્રી જી.એસ. રાવત, નાબાર્ડ, મુખ્ય કાર્યાલય અને ક્ષેત્રિય કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓશ્રીઓ, નવા ખોલાયેલ કાર્યાલયના ડીડીએમ, સરકારી અધિકારીશ્રીઓ, બેન્કના અધિકારશ્રીઓ અને એનજીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને* *જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદ*

Hello Morbi

*HELLO MORBI: પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ગૌશાળા ડીસા ખાતે સગવડતાપૂર્ણ શેડનું કરવામાં આવેલ ઉદ્ઘાટન-લોકાર્પણ* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: યોગ્ય સમયે યોગ્ય નિપુણતા ઘણો ફરક લાવે છે આયુષ હોસ્પિટલ શા માટે?*

editor

Leave a Comment