• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી (શહેરી) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ જૂનના રોજ યોજાશે*

મોરબી: તા૪ લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી તાલુકા કક્ષાએ યોજાતો જૂન-૨૦૨૫ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૫/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ વેજીટેબલ રોડ ખાતે યોજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મોરબી સીટી તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦ જૂન સુધીમાં મોરબી (શહેરી) તાલુકા કક્ષાએ સીટી મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે.
તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે મોરબી સીટી તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી.
અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદ્દાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી સંબંધિત પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તથા અગાઉ ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં લેવાઈ ગયેલા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં કે ધ્યાને લેવાશે નહી જેની અરજદારોને નોંધ લેવા મોરબી મામલતદારશ્રી – શહેરની યાદીમાં જણાવાયું છે.

Related posts

*વાંકાનેરના કેરાળા ગામે વિકાસ લક્ષી કામોને વેગ આપતી ચૂંટાયેલી બોડી*

Hello Morbi

*HELLO MORBI:સ્વચ્છતા એજ સેવા’ – ‘મારું બસ સ્ટેન્ડ સ્વચ્છ બસ સ્ટેન્ડ’*

editor

૨૬ જાન્યુઆરી નિમિતે ડીજી ઈન્ફોકેર મોરબી દ્વારા ફ્રી કોમ્પ્યુટર ફોર્મેટિંગ એન્ડ સર્વિસ કરવા માટે ની સોનેરી તક

Hello Morbi

Leave a Comment