• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીના નવીપીપળી ગામે રહેણાંક મકાનમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટી માં રહેણાંક મકાનમાં છુપાવેલ ગણનાપાત્ર ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./ જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે ચારેલ નાઓએ પોલીસ કોન્સ. રમેશભાઇ રાજાભાઈ મુંધવા તથા શકતિસિંહ કીશોરસિંહ જાડેજા નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટી માં રહેતા સંદીપભાઇ રમેશભાઇ કાલરીયા/પટેલ રહે. નવી પીપળી તા-જી મોરબી મુળગામ- ચકમપર તા-જી મોરબી વાળા ના રહેણાક મકાનમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરીછુપીથી તેનુ વેંચાણ કરે છે વિગેરે મતલબેની મળેલ હકીકત આધારે સદરહું હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા મજકૂર ઇસમના કબ્જા ભોગવટાવાળા મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ કાચની બોટલ નંગ-૧૩૧ તથા બિયર ટીન નંગ-૯૬ કૂલ કિ.રૂ. ૨,૫૧,૩૪૦/-તેમજ ઇગ્લીશ દારૂ ની હેરાફેરી માટે ઉપયોગ કરેલ ક્રેટા ગાડી કીરૂ ૮૦૦,૦૦૦/-એમ કુલ ૧૦,૫૧,૩૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર ઇસમ ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.એચ.ભટ્ટ નાઓ ચલાવી રહેલ છે.> આરોપી :-
કેનવીપીપલી તા.જી મોરબી, સંદીપભાઇ રમેશભાઇ કાલરીયા/પટેલ ઉવ-૩૬ રહે.નવીપીપળી તા-જી મોરબી.
કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ કાચની બોટલ નંગ-૧૩૧ તથા બિયર ટીન નંગ-૯૬ ફૂલ કિ.રૂ. ૨,૫૧,૩૪૦/- તથા એક હુન્ડાઇ કંપની ક્રેટા ગાડી કીરૂ ૮૦૦,૦૦૦/ફૂલ ૧૦,૫૧,૩૪૦/-> કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.કે.ચારેલ તથા પોલીસ સબ ઇન્સપેકટર
એસ.એચ.ભટ્ટ તથા એ.એસ.આઇ ભુપતસિંહ પરમાર તથા પોલીસ હેડ કોન્સ એ.પી.જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા દેવશીભાઇ મોરી તથા પોલીસ કોન્સ રમેશભાઇ મુંધવા તથા શકતિસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા કુલદીપભાઇ કાનગડ તથા અરવિંદભાઇ મકવાણા તથા કેતનભાઇ અજાણા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા અજયભાઇ લાવડીયા તથા વિજયભાઇ ડાંગર તથા તેજાભાઇ ગળચર તથા રામદેવસિંહ જાડેજા તથા યશવંતસિંહ ઝાલા તથા પંકજભાઇ સેવાર નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*કુનડ ગામે આજ રોજ પટેલ સમાજ ની વાડી ખાતે નંદાસણા પરિવાર ને ત્યાં ઘડિયા લગ્ન યોજાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં વરસાદના કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓના નિવારણ અર્થે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી*

editor

*HELLO MORBI:ઉપલેટા શહેરમાં વૃધ્ધાના ઘરમાં બુરખા પહેરી ચોરી કરવાના ઇરાદે આવેલ બુરખાધારી ગેંગનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી ઉપલેટા પોલીસ*

editor

Leave a Comment