• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનનો પાયો રોપતો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ*

 

જીવનનો પાયો રોપતો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ !!
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રારંભ થયેલ ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2025’ ની ઉજવણી અન્વયે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીના નેતૃત્વ હેઠળ શ્રી કે. જે. શાહ હાઈસ્કૂલ ઠેબા અને લુબિ નગર પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે શ્રી આર્દશ કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. જે. શાહ હાઈસ્કૂલ ઠેબા ના પટાંગણમાં બાલવાટિકા,ધોરણ 1 અને ધોરણ 9 ના બાળકોને શાળા પ્રવેશ કરાવીને વિદ્યાર્થી જીવનના પથ પર અગ્રેસર કર્યા.
આ કાર્યક્રમમાં શ્રી વિપુલભાઈ મહેતા- D.E.O. જામનગર, પી. એમ. ત્રિવેદીસાહેબ. ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ H.R., શ્રી જેન્તીભાઈ ડી.પાણખાણીયા સાહેબ કાર્યપાલક ઇજનેર જામનગર શહેર 1 ડિવિઝન, શ્રી નાથાભાઈ આર સંઘાણી પ્રમુખશ્રી શ્રી કે. જે. શાહ હાઈસ્કૂલ ઠેબા ઉપપ્રમુખ શ્રી સવજીભાઈ તળાવિયા, મંત્રી શ્રી કિશોરભાઈ ડી. સંઘાણી,ભરતભાઈ બોરસદિયા ભાજપ સદસ્ય જામનગર, શ્રી હાર્દિકભાઈ મુંગરા સરપંચ શ્રી ઠેબા ગ્રામ પંચાયત, જયેશભાઈ ભાગચંદાણી લાઈઝન ઓફિસર, સંસ્થાના દ્રષ્ટિ શ્રી ભવાનભાઈ ભંડેરી ધીરુભાઈ, લક્ષ્મણભાઈ રાબડીયા, તુલસીભાઈ મુંગરા વગેરે મહાનુભવોએ કાર્યક્રમમાં હાજરી આપીને વિદ્યાર્થીઓની પ્રેરણારૂપ બન્યા.કાર્યક્રમને અંતે વી. પી. મહેતા સાહેબ અને અન્ય મહેમાન શ્રી ઓએ મંડળ સાથે ચર્ચાઓ કરી અને વૃક્ષો ને પર્યાવરણ સ્વચ્છ રાખવાનો સંદેશો આપ્યો.

Related posts

*HELLO MORBI:રાણેકપર પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો દિક્ષાંત સમારોહ યોજાયો.*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લગ્ન ની ૨૭મી વર્ષગાંઠ ની ઉજવણી કરતા જ્યોત્સનાબેન કાંતિભાઈ પટેલ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસા માર્કેટયાર્ડમાં શરૂ થયેલ નવીન પેઢી જય સોમનાથ ટ્રેડર્સના ઉદ્ઘાટનમાં અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ*

editor

Leave a Comment