
સ્કાઉટમાં પ્રેરણાદાયી કામગીરી કરનાર ડીસાની પ્રાચી જયેશભાઈ આચાર્યનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ સન્માન
ડીસા નગરમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અનેક મહાનુભાવો પ્રેરણાદાયી કામગીરી કરી રહેલ છે.ડીસાની સ્કાય ઈન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી પ્રાચી જયેશભાઈ આચાર્ય અભ્યાસ ઉપરાંત ચિત્રકામમાં પણ ખૂબ જ હોંશિયાર છે.
સ્કાઉટમાં તેણે અતિ પ્રશંસનીય કામગીરી કરતાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આદરણીય દેવવ્રતજી આચાર્ય સાહેબ દ્વારા તાજેતરમાં જ તેનું એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાચી જયેશભાઈ આચાર્યે જલારામ મંદિર ડીસા ખાતે પધારી,દર્શન કરી આશીર્વાદ લીધા હતા.આ દિવ્ય અવસરે જલારામ મંદિર ડીસા દ્રારા તેનું કંકુતિલક તેમજ ફૂલછડીથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.આ શુભ અવસરે જલારામ ભકતો સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,લીલાધરભાઈ આચાર્ય, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, આનંદભાઈ પી ઠક્કર, કલ્પેશભાઈ -લાલાભાઈ ઠક્કર,બળદેવભાઇ રાયકા, ચંદુભાઈ એટીડી, મહેશભાઈ મનવર, કમલેશભાઈ રાચ્છ, વૈકુંઠભાઈ કારિયા, દીલીપભાઇ રતાણી, હિતેશભાઈ સોનપાલ,સચીનભાઈ વકીલ,ઈશ્ર્વરભાઈ રાવળ,પ્રતિકભાઈ ગોકલાણી સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી પ્રાચી આચાર્યને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
