• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી*

*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે શ્રી લોહાણા મહાજન-મોરબી ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી ના જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.આ તકે ગીરીશભાઈ ઘેલાણી, જ્યોત્સનાબેન ઘેલાણી, અંબરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, કૌશલભાઈ ઘેલાણી સહીત ના પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગ ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના ઘેલાણી પરિવારે પરિવાર ના મોભી ના જન્મદીન નિમિતે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામ ના નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું*

editor

*બોટાદમાં મંદી ના ટાણે તહેવારો ની ઘરાકી લાગી!?*

Hello Morbi

*HELLO MORBI: ૨૮મી એપ્રિલના રોજ ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

Leave a Comment