• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે રાખવામાં આવેલ ભાગવતકથા સફળતાપૂર્વક સંપન્ન થઈ*

જલારામ મંદિર ડીસા ખાતે રાખવામાં આવેલ ભાગવતકથા સફળતાપૂર્વક સંપન્ન થઈ
પવિત્ર શ્રાવણ માસમાં ટેટોડા જલીયાણ ગૌમાતા હોસ્પિટલના લાભાર્થે જલારામ મંદિર ડીસા ખાતે રાજકોટ નિવાસી, પરમ ગાયત્રી ઉપાસક,પ્રજ્ઞાપુત્રી પ્રફુલ્લાબેન ઠક્કરના વ્યાસાસને યોજાયેલ શ્રીમદ્ ભાગવતકથા રંગેચંગે સંપન્ન થઈ હતી.વિષ્ણુભાઈ શીવરામભાઈ શંકરદાસ પટેલ પરિવારના મુખ્ય યજમાનપદે રાખવામાં આવેલ આ કથામાં દૈનિક યજમાનો તરીકે મહેન્દ્રભાઈ મણીલાલ પટેલ, સીતાબેન પૂનમભાઈ આચાર્ય, રામચરિત માનસ સત્સંગ મંડળ ડીસા, જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ અને ભીલડી, જયંતીલાલ ભાણજીભાઈ ગોકલાણી પરિવાર તેરવાડા તેમજ છગનલાલ રામાજી સોની પરિવારે લાભ લીધો હતો.
કથાના આયોજન માટે સર્વ કનુભાઈ આચાર્ય, શશીકાંતભાઈ ડી ઠક્કર, શારદાબેન આચાર્ય,તન્વીબેન ઠક્કર ,મણીભાઈ પટેલ,ભગવાનભાઈ બંધુ, જ્યોતિબેન આર ઠક્કર, આનંદભાઈ પી ઠક્કર, કનુભાઈ એમ ગોકલાણી, હિતેશભાઈ સોનપાલ, પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર, શિલ્પાબેન ઠક્કર, કમલેશભાઈ રાચ્છ,દેવચંદભાઈ એન ઠક્કર, દક્ષાબેન ઠક્કર, કનુભાઈ તૃપ્તિવાળા,બીનાબેન એ ઠક્કર ,ભારતીબેન જગદીશભાઈ ઠક્કર, લીનાબેન પોપટ, કલ્પેશભાઈ -લાલાભાઈ, સુરેશભાઈ વાલેવડાવાળા, કનુભાઈ નાનીચંદુર, કમલેશભાઈ ગ્રીનસીટી, અમીતભાઈ પુરોહિત, રમણીકભાઈ મજેઠીયા, ગીતાબેન ઠક્કર સહિત અનેક ગૌભકતોએ ખાસ જહેમત ઉઠાવી હતી.ટેટોડા જલીયાણ ગૌમાતા હોસ્પિટલ માટે રૂપિયા 10 લાખ અર્પણ કરવામાં આવ્યા હતા.પ્રથમ તેમજ છેલ્લા દિવસે પોથીયાત્રાનું વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કથાનું યુ ટ્યુબ જીવંત પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.સંપૂર્ણ વ્યવસ્થા, આયોજન તેમજ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા:100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુલાકાત લીધી*

editor

*મોરબીમાં રાજપૂત કરણી સેના નું સ્વાગત વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયું*

Hello Morbi

*હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે બીજી વખત રણછોડભાઈ પટેલની નિમણૂક કરાઈ*

Hello Morbi

Leave a Comment