• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રીસાંઈ વિધાસંકુલ જોડિયા ખાતે જિલ્લા કક્ષાની કુરાશ સ્પર્ધા યોજાઈ*

*શ્રી સાંઈ જોડિયા ખાતે જિલ્લા કક્ષાની કુરાશ સ્પર્ધા યોજાઈ*
જામનગર:(*શરદ રાવલ હરિયાણા દ્વારા*) અખિલ ભારતીય શાળાકીય મહોત્સવ અંતર્ગત જામનગર જિલ્લા કક્ષાની કુરાશ સ્પર્ધાનું આયોજન શ્રી સાંઈ વિદ્યા સંકુલ, જોડિયા ખાતે તા. ૧૩/૦૯/૨૦૨૫ના રોજ કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લાના કન્વીનર શ્રી જગદીશ વિરમગામા દ્વારા સમગ્ર સ્પર્ધાનું આયોજન સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુરાશ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ નિયમો અનુસાર ટેક્નિકલ રીતે રમતનું સંચાલન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં જામનગર જિલ્લાના વિવિધ શાળાઓના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલાડીઓએ રમતગમતની ભાવના સાથે પોતાની કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવથી ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યું અને તેમની પ્રતિભાને વધુ નિખારવાની તક મળી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લોકશાહીના પર્વને વધાવતા વરરાજા; વાંકાનેરના સાહિલ અગોલાએ લગ્ન પૂર્વે કર્યું મતદાન*

editor

*HELLO MORBI: મોરબીના સોખડા ગામ પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિની બેઠક યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment