• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સંઘ શતાબ્દી નિમિત્તે બળદેવભાઇ રાયકા લિખિત ડીજીટલ પુસ્તિકાનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ વિમોચન*

સંઘ શતાબ્દી નિમિત્તે બળદેવભાઇ રાયકા લિખિત ડીજીટલ પુસ્તિકાનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ વિમોચન
27-9-1925 વિજયાદશમીના પરમ પવિત્ર ભારત રાષ્ટ્રની એકતા, અખંડિતતા, વિકાસ અને મજબૂતાઈ માટે ડો.કેશવ બલીરામ હેડગેવારજી દ્રારા જેની સ્થાપના કરવામાં આવી એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ભારત દેશ ઉપરાંત વિદેશોમાં પણ તેની વિવિધ રીતે શાનદાર ઉજવણી થઈ રહેલ છે.સંઘના સ્વયંસેવક, ડીસાની અનેક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા અને પ્રખર રાષ્ટ્રવાદી એવા બળદેવભાઇ રાયકા દ્રારા ડોક્યુમેન્ટરી સ્વરૂપે સંઘના 100 વર્ષની વિગતવાર માહિતી દર્શાવતો એક ડીજીટલ ગ્રંથ તૈયાર કરવામાં આવેલ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ નિમિત્તે લખાયેલ આ મહામૂલો ગ્રંથ ” સંઘકે 100 સાલ”નું વિમોચન જાણીતા સમાજસેવકો ભગવાનભાઈ બંધુ તેમજ ગફુલભાઈ દેસાઈ દ્વારા જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું હતું.બળદેવભાઈ રાયકાએ મહાગ્રંથ વિષે વિગતવાર વાત કરી હતી.ભગવાનભાઈ બંધુ,ગફુલભાઈ દેસાઈ, શશીકાંતભાઈ ત્રિવેદી, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, કનુભાઈ આચાર્ય,આનંદભાઈ પી. ઠક્કર, નટુભાઇ પટેલ, જયેશભાઈ પરમાર, મનોજભાઈ ચૌહાણ, મહેશભાઈ મનવર , ઈશ્વરભાઈ રાવળ સહિત સૌએ આ પુસ્તક વિષે પોતાના પ્રતિભાવો આપી બળદેવભાઇ રાયકાને ખરા દિલથી અભિનંદન આપ્યા હતા.
આ દિવ્ય અવસરે કેતનભાઈ દેસાઈ, દિનેશભાઇ કવિરાજ, અમરતભાઈ દેસાઈ, ચંદુભાઈ એટીડી, ભરતભાઈ માસ્તર,આર.ડી.ઠકકર, દિનેશભાઇ એલઆઈસી,રીશીત રાયકા, દિનેશભાઇ દીઘડી,ભોલુ દેસાઈ, ગણપતભાઈ અખાણી, હસમુખભાઈ ઠક્કર સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ખાસ ઉપસ્થિત રહી બળદેવભાઇ રાયકાની રાષ્ટ્રલક્ષી કામગીરીને બિરદાવી હતી.
સંઘકે 100 સાલ ગ્રંથ તેમજ બળદેવભાઇ રાયકાનુ પુષ્પોથી અભિવાદન કરી સૌએ અભિનંદન આપ્યા હતા.વિમોચનવિધિ બાદ સૌએ ગુરૂવારની પૂજ્ય જલારામ બાપાની મહાઆરતીમાં ભાગ લઈ ખીચડી કઢી પ્રસાદનો લાભ લીધો હતો.
ડીસાનું જલારામ મંદિર સેવાનું એક આગવું તીર્થધામ છે અને સમગ્ર સનાતન હિંદુ સમાજની રક્ષા માટે ગૌસેવા, માનવસેવા, આરોગ્યસેવા,અન્નસેવા જેવાં અનેક સરાહનીય સત્કાર્યોથી નિરંતર સક્રિય રહે છે.

Related posts

*HELLO MORBI:મોરબી બી ડિવિઝન પોલીસ ક્રાઈમ કરનાર સામે એલર્ટ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસા ન𝐭ગરમાં 𝟑𝟗𝟒 મા ગુરૂવારે કાંતિલાલ શીવાભાઈ નાઈ પરિવારના નિવાસસ્થાને ભજનની જામી રમઝટ*

editor

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ના ૧૪ મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: ૩૪ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પડ્યા*

editor

Leave a Comment