• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત બાલાચડી ગોમતી બીચ ખાતે સાફ-સફાઈ હાથ ધરાઈ*

*વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત બાલાચડી ગોમતી બીચ ખાતે સાફ-સફાઈ હાથ ધરાઈ*

જામનગર તા.03(*શરદ રાવલ હડિયાણા દ્વારા*) ઓક્ટોબર, ​વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બાલાચડી ગોમતી બીચ ખાતે બીચ સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ અભિયાનમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય તેમજ જોડિયા મરીન નેશનલ પાર્ક રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો. સાથે જ બાલાચડી સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણોએ પણ પર્યાવરણ સંરક્ષણના આ કાર્યમાં ઉત્સાહભેર સહભાગીતા નોંધાવી હતી. આ પ્રસંગે જોડિયા તાલુકાના પ્રમુખશ્રી, ગામના સરપંચ શ્રી તેમજ જોડિયા તાલુકાના સર્કલ ઓફિસરશ્રી સહિતના સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ગોમતી બીચના કિનારાની સફાઈ કરી પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Related posts

*ગીર સોમનાથ જિલ્લા ના પ્રભાસ પાટણમાં ગંદકી ના ચારે બાજુ ઢગલા જોવા મળ્યા*

Hello Morbi

ચકમપર-જીવાપર વચ્ચે ઘોડાધ્રોઇ નદીમાં બ્રિજનું કામ તાકીદે શરુ કરવાની માંગ

Hello Morbi

*મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ*

Hello Morbi

Leave a Comment