• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBI

મોરબી નગર પાલિકા દ્વારા સ્વરછ હોસ્પિટલ શાળા કચેરી અને સોસાયટી ને રેટિંગ આપી પ્રમાણ પત્ર અર્પણ કરાયા

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2021ની તૈયારીઓ પુરજોશમાં આરંભી દીધી છે. એક તરફ પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં સફાઈ અભિયાન તેજ કરી દેવાયા છે. જેમાં શહેરી વિસ્તારોમાં સઘન સફાઈ, જાહેર શૌચાલયની સફાઈ, ડોર ટુ ડોર કચરા કલેક્શન અને તેનો યોગ્ય નિકાલ, ખાતર ઉત્પાદન સહિતની કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ ડોક્યુમેશન કામગીરી વિવિધ કામગીરી પણ ચાલી રહી છે.

જે અંતર્ગત મોરબી શહેરી વિસ્તારમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ હોસ્પિટલ, શાળા-કોલેજો, સોસાયટી અને હોટેલ વગેરેની સ્વચ્છતા અંગેની સ્પર્ધાઓનું આયોજન કરી સ્વચ્છ સંસ્થાઓને રેટિંગ આપવામાં આવ્યા હતા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ રેટીંગ કેટેગરી મુજબ જોઈએ તો સરકારી કચેરીઓમાં જિલ્લા પોલીસ વડા કચેરી, મોરબી એ.પી.એમ.સી યાર્ડ સૌથી વધુ સ્વચ્છ જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત, હોસ્પિટલમાં ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યલ હોસ્પિટલ, સોસાયટી કેટેગરીમાં કૃષ્ણ નગર સોસાયટી વગેરે સંસ્થાઓને સ્વચ્છતા રેટીંગ આપી સન્માનિત કરી હતી.

Related posts

*મોરબી બે વર્ષ બાદ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે*

Hello Morbi

*HELLO MORBI:પ્રસિદ્ધ સારંગપુરધામના પાવન પરિસરમાં ગુજરાત યુવા સંવાદ સંપન્ન થયો.*

editor

*સુરતમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરતા ભાજપના કાર્યકરો પ્રજા કરે તો દંડ ફટકારી ટાર્ગેટ પૂરા કરો વાહરે વિકાસ લક્ષી સરકાર વાહ*

Hello Morbi

Leave a Comment