• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સોનગઢ ગામમા રામજીમંદીર પાછળ ડીઝલ ચોરી કરતા બે ઇસમોને મુદામાલ સાથે પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ*

સોનગઢ ગામમા રામજીમંદીર પાછળ ડીઝલ ચોરી કરતા કુલ બે ઇસમોને કુલ રૂ. ૪૭,૧૪,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ
શ્રી પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોરબી વિભાગ મોરબીની સુચના મુજબ મોરબી જીલ્લામાં બનતા ડીઝલ ચોરી તથા ઘરફોડ ચોરીના ગુન્હાઓની પ્રવૃતિ પર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના કરવા જણાવેલ હોય,
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફ સદરહુ કામગીરી કરવા પ્રયતત્નશીલ હોય જે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને હકિકત મળેલ કે, સોનગઢ ગામના રામજી મંદિર પાછળ અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરતા હોવાની બાતમીના આધારે સદરહુ જગ્યાએ સફળ રેઇડ કરી ૨૦૦ લીટરની ક્ષમતાવાળા બેરલ નંગ ૦૯ મા રહેલ ડિઝલ લી ૧૮૦૦ કિ રૂ ૧,૪૪,૦૦૦/- તથા એક ટેન્કર જેના રજી નં GJ-19-Y-1551 જેની કિ રૂ ૨૮,૦૦,૦૦૦/- તથા ટેન્કરમાં ભરેલ ડીઝલ આશરે ૨૨૦૦૦ લીટર જેની કિ રૂ ૧૭,૬૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ. ૪૭,૧૪,૮૦૦/- સાથે બે ઇસમોને પકડી પાડી ઇસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી :-
૧) શ્યામજીસિંધ કૈલાષસિંઘ રાજપુત ઉ.વ-૫૩ ધંધો.ડ્રાઇવીંગ રહે.હાલ.અમદાવાદ, સહજાનંદ રેસીડન્સી દસક્રોઇ,બારેજા તા.જી.અમદાવાદ મુળ રહે. રયા તા.જી.ભદોઇ ભદોઇ (યુ.પી)
(૨) પરેશભાઇ ઉર્ફે લાલો ભુરાભાઇ વીરડા (આહીર) ઉ.વ-૪૧ રહે. સોનગઢ તા.માળીયા મીં જી.મોરબી.
પકડવા ઉપર બાકી આરોપી:- > દશરથભાઇ જશાભાઇ હુંબલ રહે. મોટી બરાર, તા.માળીયા મીંયાણા, જી.મોરબી
કબ્જે કરેલ મુદમાલ:-
૧) આઇશર કંપનીનુ એક ટેન્કર તથા તેમા ભરેલ એચ.એફ.એચ.એસ.ડી ડીઝલ ૨૨૦૦૦ લીટર જેની કિ.રૂ. ૪૫,૬૦,૦૦૦/-
૩) પ્લા.ના ૨૦૦ લીટરની ક્ષમતાવાળા બેરલ નંગ-૦૯ જેમાં એચ.એફ.એચ.એસ.ડી ડીઝલ. ભરેલ કુલ લીટર-૧૮૦૦ કી.રૂ.૧,૪૪,૦૦૦/-
૪) લોખંડના વાલ્વ વાળી નંળી નં-૦૪ .રૂ.૮૦૦/-
૫) મોબાઇલ નંગ-૦૨ કી.રૂ.કી.રૂ.૧૦,૦00/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સ્પેકટરશ્રી માળીયા મી પોસ્ટે તથા માળીયા મીં સર્વેલન્સ સ્ટાફ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*તકવાદી નેતાઓ ને ખુલ્લો પત્ર પાઠવતા બહુજન સમાજ પાર્ટી ના હેમત ભાઈ ચાવડા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગુજરાત તેમજ રાજસ્થાન રાજ્ય માટે પ્રાદેશિક ફિલ્મોનું સર્ટિફિકેશન ગુજરાતમાં થાય તેવી માંગણી રાજ્યસભા ના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી દ્વારા કરવામાં આવી*

editor

*મોરબીમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો, હેલોઝન બંધ કરવા રજૂઆત*

Hello Morbi

Leave a Comment