
હળવદ તાલુકાના રણછોડગઢ ગામનીસીમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા ફુલ-૭ ઇસમોને રોકડા રૂપીયા-૫,૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી,
તા.૨૯/૦૬/૨૦૨૩
શ્રી, અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિજગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ, એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના Aડા જીજ્ઞાશાબેન કણસાગરા, ચંદ્રકાંતભાઇ વામજા તથા HC શકિતસિંહ ઝાલા PC સંજયભાઇ રાઠોડ ને હકીકત મળેલ કે, આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. સમી, તા. હળવદ જિ, મોરબી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળી હળવદ તાલુકાના રણછોડગઢ ગામની કટોબંધ તરીકે ઓળખાતી સીમની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગે.કા રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે હળવદ તાલુકાના રણછોડગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રેઇડ કરતા કુલ-૦૭ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગંજીપતાનાં પાના નંગ-૫ર તથા રોકડ રૂ.૫,૨૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. સમલી તા, હળવદ જિ. મોરબી
૨. કેતન રતિલાભાઇ પટેલ રહે. ધુંટુ, હરીનગર સોસાયટી, તા.જી. મોરબી ૩. અશોકભાઇ નરભેરામભાઇ પટેલ રહે. ઘૂંટ, હરીનગર સોસાયટી, તા.જી. મોરબી
૪, જયદિપભાઇ મનજીભાઇ પટેલ રહે. મહેન્દ્રનગર,ધર્મમંગલ સોસાયટી, તા.જી. મોરબી
૫. કિશોરભાઇ રામજીભાઇ પટેલ રહે. મહેન્દ્રગર, પટેલનગર સોસાયટી, તા.જી, મોરબી
૬. હરેશભાઇ દામજીભાલ પટેલ રહે. ઘેટુ, હરીનગર સોસાયટી, તા.જી. મોરબી ૭. જયતિભાઇ હરદાસભાઇ પટેલ રહે. ટ્ટ, હરીનગર સોસાયટી, તા.જી. મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી કે.જે.ચૌહાણ પો.સબ ઇન્સ. તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.
