• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારાના તાલુકાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ*

ટંકારાના તાલુકાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!

ટંકારા:તા ૧૨ (*નેમિસ મસેજપાલ દ્વારા*)ટંકારા તાલુકાના વીરપtર ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસને નવી દિશા આપતા આશરે ₹૮૦ લાખના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે, આ વિકાસ કામોનું શુભારંભ બગાવડી ખાતે આવેલા વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના પવિત્ર અને પ્રેરણાદાયી હસ્તે કરવામાં આવ્યું હતું, જેણે સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો છે.

મુખ્ય વિકાસ કાર્યો વીરપર ગ્રામ પંચાયત હસ્તક ગામની માળખાગત સુવિધાઓમાં વધારો થાય તેવા મહત્ત્વના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું છે, જેમાં મુખ્યત્વે:
પેવર બ્લોક નાંખવાના કામો
સી.સી. રોડ (કોન્ક્રીટ રોડ) બનાવવાનું કાર્ય કમ્પાઉન્ડ વોલના બાંધકામ જેવા કામોનો સમાવેશ થાય છે.
આ વિકાસ કામો પૂર્ણ થતાં વીરપર ગામની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે અને ગ્રામજનોનું જીવનધોરણ સુધરશે.

ઉત્સાહભેર ઉપસ્થિતિ
આ શુભ પ્રસંગે વીરપર ગામના સરપંચ મહેશભાઈ લીખિયા, ઉપસરપંચ, તમામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ગામના સર્વાંગી વિકાસ પ્રત્યેની તેમની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને અનાથ આશ્રમના બાળકોના હસ્તે થયેલા આ શુભારંભને આવકાર્યો હતો.

Related posts

મોરબી સહિત આઠ જિલ્લામાં નવી GIDC બનશે : મુખ્યમંત્રીની જાહેરાત

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં યોજાયો શિક્ષક દિન; જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા*

editor

*HELLO MORBI NEWS: મોરબી:મિશન નવભારત જિલ્લા મહામંત્રીના જન્મ દિવસ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો*

editor

Leave a Comment