• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી નગર પાલિકાના સફાઈ કર્મીને નિવૃત્ત થયાનું કહી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો કોંગી અગ્રણી નો આક્ષેપ*

મોરબી તા ૨૧ : મોરબી નગરપાલિકામાં સફાઈ કર્મચારીના નિવૃત્તિના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગી અગ્રણી એ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ અગ્રણીના કહેવા મુજબ સફાઈ કર્મચારી કાયદેસર રીતે ૨૦૩૦ વર્ષમાં નિવૃત્ત થનાર હોવા છતાં નિવૃત્ત થયાનું કહીને ભાજપ સમર્થક અને સેનિટેશનના કર્મચારીએ કાંડ કર્યો છે. આવા ગંભીર આરોપ સાથે આ બનાવની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા વહીવટીદારને લેખિત રજુઆત કરવામાં આવી છે.

મોરબીના કોંગી અગ્રણી રમેશભાઇ રબારીએ નગરપાલિકાના વહીવટીદારને રજુઆત કરી હતી કે, ગત તા. ૧૮-૮-૨૦૨૩ ના રોજ સાંજના ૬ વાગ્યે નગરપાલીકાના સફાઈ કર્મચારીના હાજરી સમયે સ્થળ સ્ટેશન રોડ પર મોરબી નગરપાલીકાના કાયમી સફાઈ કર્મચારી હીરાબેન હરીભાઈ પોતે નિવૃત ન થયા હોવા છતાંય હાજરી સમયે નગરપાલીકાના સેનીટેશનના કર્મચારી તેમજ ભાજપ સમર્થકે આ સફાઈ કર્મચારી હીરાબેનને કહેલ, તમે નિવૃત થઈ ગયેલ છો, હવે પછી તમો કામ પર આવતા નહીં અને તમારા તમામ ડોકયુમેન્ટ અમોને આપો અને રૂા. એક લાખ તમો અમોને આપો તેવુ ઉપરોકત બન્ને શખ્સોએ સફાઈ કર્મચારીને જણાવેલ હતુ ત્યારબાદ હીરાબેને તેમના આગેવાનો સાથે વાતચીત કરતા આગેવાનોએ નગરપાલીકામાં જઈ તપાસ કરતા માલુમ પડેલ હીરાબેનની નિવૃતિનું વર્ષ ૨૦૩૦માં પુરૂ થાય છે. તેથી મોરબી નગરપાલીકાના કર્મચારીઓ દ્વારા થતો ભ્રષ્ટાચાર, ગેરરીતિ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા યોગ્ય કરવાનું જણાવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ બાબત હાલ નગરપાલીકાના કર્મચારીઓ તેમજ આમ પ્રજામાં ચર્ચા રહ્યો છે તેમજ નગરપાલીકાના સફઈ કર્મચારી હાજરી પ્રકરણમાં બહુ મોટો ભ્રષ્ટાચાર આર્થિક વહેવાર ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે. તેમજ પગારની તારીખે પણ ઘણા લોકો સફાઈ કામદારોના પગારમાંથી અમુક ટકા હિસ્સો લેતા હોય છે. આ તમામ બાબતો આમ પ્રજામાં ચર્ચાતી હોય છે. આ બાબતે હીરાબેન પાસેથી માહિતી મેળવી આ લાંચ-રૂશ્વત તેમજ આર્થિક લેવડ—દેવડ, સામાજિક શોષણમાં જે જે લોકો સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય કોઈ ડીપાર્ટમેન્ટના કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ ? તેની યોગ્ય તપાસ થવી જોઈએ. નિવૃતિઓના નામે ચાલતા નગરપાલીકામાં ભ્રષ્ટાચાર બંધ થવા જોઈએ. મોરબી નગરપાલીકામાં હાજરી પ્રકરણ તેમજ પગારના પ્રશ્ન અનેકગણો ભ્રષ્ટાચાર થતો હોય છે તો આ બાબતે લાગતા વળગતા અધિકારીઓએ સફાઈ કર્મચારીઓ સાથે મીટીંગ કરી યોગ્ય જાણકારી આપવી જોઈએ તેવું જણાવ્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ – પ્રતિભાને પ્રેરણા આપતું મંચ, સફળતાની નવી ઓળખ!*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે મોરબી મહાનગરપાલીકા ના નવનિયુક્ત મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહીતનાં પદાધિકારીઓએ પૂ.જલારામ બાપા ના ચરણો માં શીશ ઝુકાવ્યું*

editor

*જોડિયા તાલુકા નું રણજીતપર ગામ સમરસ ગ્રામ પંચાયતની સ્થાપના થઇ ત્યારથી ચૂંટણી જ નથીયોજાઈ*

Hello Morbi

Leave a Comment