• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસામાં શુભ લગ્ન પહેલાં પૂજ્ય જલારામ બાપાનાં થયાં રંગેચંગે ભજન*

ડીસામાં શુભ લગ્ન પહેલાં પૂજ્ય જલારામ બાપાનાં થયાં રંગેચંગે ભજન
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા છેલ્લા આઠ વર્ષથી નિયમિતપણે દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન સમગ્ર સનાતન હિંદુ સમાજના વિવિધ પરિવારોમાં થાય છે.392 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રીમતી મધુબેન કેશવલાલ નાનજીભાઈ કોટક પરિવારના નિવાસસ્થાને તેમના લાડકવાયા સુપુત્ર ચિરંજીવી વિકકીના શુભ લગ્નને અનુલક્ષીને સત્યમ- શીવમ- સુંદરમ સોસાયટીમાં થયાં હતાં.
ડીસા નગરમાં વિવિધ અવસરોને અનુસંધાને ગૌમાતાઓની સેવા હેતુ સમગ્ર સનાતન હિંદુ સમાજનાં અનેક પરિવારો ભજન સ્વરૂપે પૂજ્ય જલારામ બાપા, પૂજ્ય વીરબાઈ માતા તેમજ પૂજ્ય ગૌમાતાને તેમના નિવાસસ્થાને ભાવ અને ખૂબ જ આદરપૂર્વક તેડાવી આશીર્વાદ લે છે. શ્રીમતી મધુબેન કેશવલાલ નાનજીભાઈ કોટકના નિવાસસ્થાને તેમના તેમજ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના આમંત્રણને માન આપી અંદાજે 400 જેટલા હરિભક્તોએ ખાસ ઉપસ્થિત રહી ભજનની મોજ માણી હતી.
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના ભજનમાં એકવાર જો કોઈ ભાઈ કે બહેન પધારે તો એને દર ગુરૂવારે આવવાનું સાત્વિક વ્યસન થઈ જાય છે.કોટક પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટો દ્રારા વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે 69000 ઓગણસીતેર હજાર રૂપિયા દાન એકત્ર થયું હતું.ભજનો,થાળ,આરતી થકી સૌએ નિજાનંદનો લાભ લીધો હતો.આગામી ગુરૂવારે ભરતજી કપૂરજી ઠાકોર પરિવારના આમંત્રણથી તેમની જીવનસાથી હોટલ ઉપર ભજન રાખવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.

Related posts

*જોડીયા ના ભાદરા ગામે વંદે ગુજરાત વિકાસ રથ કાર્યક્રમ યોજાયો હતો*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા ના ધારાસભ્ય દુલ્લભજીભાઈ દેથરીયા અને ટંકારા ના પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદી દ્વારા ટંકારાનો પાણી પ્રશ્ન હલ*

editor

*વાંકાનેર ના ઢુવા થી મકનસર સુધી ટ્રાફિક જામ ટ્રાફિક સેન્સનો અભાવ પોલીસ તંત્ર ટાર્ગેટ પૂરો કરવામાં વ્યસ્ત વાહનચાલકો પરેશાન!*

Hello Morbi

Leave a Comment