• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ની જનતાના પ્રાણ પ્રશ્નોના નિવારણ માટે લોક જન શક્તિ પાર્ટી મેદાને!!*

મોરબી:તા૨૫ *(અમિત રાઠોડ દ્વારા*)મોરબી લોક જન શક્તિ પાર્ટી દ્વારા પ્રજા હિતના કાર્યો માટે શું કરશે?? તે વાંચો (1) મોરબીના પ્રજાજનો અને મોરબી માટે આવતી દરેક સરકારી ગ્રાન્ટ નો વધુમાં વધુ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરીશું.
(2)) મોરબીના પ્રજાજનો ની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે શુધ્ધ પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ, સાફ સફાઈ તેમજ ગટર વ્યવસ્થા અને સારા રસ્તા માટે સવિશેષ ધ્યાન આપીશું.
(3) મોરબી શહેરમાં ફરવા માટે સારામાં સારા બગીચા તેમજ તેમાં બાળકો અને મોટા માટેની રાઈડસ ની વ્યવસ્થા ઊભી કરીશું.
(4) મહા નગરપાલિકા ના જરૂરી કામકાજ માટે દરેક વોર્ડ વાઇસ એક સહાયતા કેન્દ્ર નું નિર્માણ કરીશું જ્યાંથી આપનું કામ સરળતા પુર્વક થઈ શકે.
(5) મહત્વનું કાર્ય આપની જરૂરી ફરિયાદ અને સુચનો માટે એક વોટ્સએપ નંબર આપીશું જેમાં આપ 24×7 ફરિયાદ અને સુચનો વિગતવાર જણાવી શકશો અને એ ફરિયાદ અને સૂચનોનો શક્ય એટલો ઝડપથી ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું.
(6) લોક જનશક્તિ પાર્ટી ના ચૂંટાયેલા દરેક સભ્યો જે વોર્ડમાંથી ચૂંટાયેલા હશે ત્યાં દરેક મહિનાના પ્રથમ રવિવારે વોર્ડ ના દરેક અલગ અલગ વિસ્તારોમાં ગ્રુપ મિટીંગો કરીને લોક સંપર્ક દ્વારા વોર્ડના કામ થાય તે દિશામાં આગળ વધીશું.
(7) તેમજ સવિશેષ સંપૂર્ણ મોરબીના વિકાસ માટે, મારું મોરબી આપણું મોરબી ભવ્ય દિવ્ય અને સ્વચ્છ મોરબી બનાવવા પણ લોક જનશક્તિ પાર્ટી ના ચૂંટાયેલા દરેક ઉમેદવારો અને પાર્ટીના પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોરબી શહેરના દરેક વિસ્તારો માં પણ વ્યક્તિગત મુલાકાત કરીને ત્યાંના જરૂરી પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્ન કરીશું.

Related posts

*”આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ” ની ઉજવણી*

Hello Morbi

*સુરેન્દ્રનગર : જોરાવર નગરના પોલીસ મથકમાં વિદેશી દારૂના કેસમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી એસએજી ની ટીમે ઝડપી પાડ્યો*

Hello Morbi

*મોરબી માધવ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ*…

Hello Morbi

Leave a Comment