
મોરબી:તા૨૫ (*અમિત રાઠોડ દ્વારા*)લોક જન શક્તિ પાર્ટી દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરવા કમિશનર ને રજૂઆત: માનનીય કમિશનર સાહેબ
મોરબી મહા નગરપાલિકા
નમસ્કાર સવિનય જણાવવાનું કે પ્રથમ અમે લોક જન શક્તિ પાર્ટી (R) અને તે વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકોની ખાસ રજૂઆત છે. મોરબી દરબારગઢ વિસ્તારમાંથી જે દોશી હાઈસ્કુલ પાસેનો રોડ છે ત્યાંથી સવારે તેમજ વધુમાં વધુ સાંજે જે ફોર વ્હીલ ગાડીઓની ખુબજ અવરજવર રહે છે જે ગાડીઓ આ રસ્તેથી સામાકાંઠે જાય છે તેમજ સામાકાંઠેથી આવતા વાહનો રવાપર ગામ બાજુ જવા માટે આ રોડ નો વધુમાં વધુ ઉપયોગ કરે છે,
ખાસ આ રસ્તા પર જો સામસામે બે વાહનો ભેગા થાય તો ખુબજ ટ્રાફિક જામ થાય છે અહીં સંપૂર્ણ રહેણાંક વિસ્તાર પણ છે આ પત્રમાં જે ફોટા આપ તંત્રને અમે મોકલીએ છીએ જે આપ સાહેબ જોય લ્યો જે ફોટામાં પાણીની લાઇનનો વાલ છે તેની બાજુમાં એક ઓટો છે અને આગળ વણાંક માં નીચે એક પાણીની કુંડી છે અને તેની બાજુનો ઓટો છે અને સામેના ભાગમાં લોખંડનો ગડર નો થાંભલો છે કપાયેલો જો આ દૂર કરી શકાય અને પાણીના વાલ ની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય તો વળાંકમાં પડતી તકલીફ અને ટ્રાફિકની રોજની સમસ્યા માં રાહાત થાય તો આપ સાહેબ ધ્યાન પર લેશો અને જો જરૂર લાગે તો અમને આપ રૂબરૂ બોલાવશો તો આપને અમે આ વાતની વિગત જણાવીશું
ખાસ તંત્રને વિનંતી અને જ્યાં પણ અમારા લોક જન શક્તિ પાર્ટી (R) ના સદસ્યોની કોઈપણ કાર્યમાં જરૂરિયાત જણાય તો અમને આપ જાણ કરશો.
મારું મોરબી આપણું મોરબી ભવ્ય દિવ્ય અને સ્વચ્છ મોરબી
લોક જન શક્તિ પાર્ટી (R)
NDA સરકાર ભારત માતા કી જય.

