મોરબીની શ્રી માં ગરબી મંડળ શહેર નું આકર્ષણ બની
મોરબી:તા ૧૫ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ સામે જનકલ્યાણ સોસાયટીમાં સાંઈબાગ માં શ્રી માં ગરબી મંડળ નું ભવ્ય આયોજન ડો જયરાજસિંહ જાડેજા . મહાવીરસિંહ જાડેજા અજયસિંહ જાડેજા. જાડેજા પરિવાર દ્વારા છેલ્લા ૨૬ વર્ષે થી સફળ આયોજન કરવામાં આવે છે આ ગરબી આ વિસ્તાર ની તમામ બાળાઓ ને મહીલાઓ વિનામૂલ્યે દાંડીયા ને માતાજી ના ચાચર ચોકમાં મુક્ત મને ગરબા રમાડવામાં આવે છે બાળાઓ માં નવદુર્ગા ના રાસ ગરબા રજૂ કરે છે દરરોજ અલગ અલગ માતાજી ના વેશ રજૂ કરવામાં આવે છે સાથે છત્રીય સમાજ ની બહેનો દ્વારા અદભુત તલવાર રાસ રજુ કરવામાં આવે છે આ ગરબી માં આવતા મહેમાનો ને મહાનુભાવો નું વિશેષ સન્માન કરી આવકારવામાં આવે છે


