
25 વખત રક્તદાન કરનાર ડીસાના મહેશભાઈ મોહનલાલ ગણાત્રાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન
ડીસા તેમજ બનાસકાંઠાનું ગૌરવ કહી શકાય તેવા પરમ ગૌભકત મહેશભાઈ મોહનલાલ ગણાત્રાએ પોતાના જીવન દરમિયાન 25 વખત રક્તદાન કરી માનવતાનો આગવો સંદેશ આપ્યો છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે તેમનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
તેઓ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સક્રિય સભ્ય છે.પૂજય જલારામ બાપાના ભજનમાં તેમનું ફૂલવર્ષા કરી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આ દિવ્ય અવસરે સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, તારાચંદભાઈ મજેઠીયા, આનંદભાઈ પી ઠક્કર,કમલેશભાઈ રાચ્છ, મનુભાઈ રતાણી, હિતેશભાઈ સોનપાલ, હરેશભાઈ ઠક્કર, દેવચંદભાઈ એન પૂજારા, કલ્પેશભાઈ -લાલાભાઈ,કનુભાઈ તૃપ્તિવાળા, નટુભાઈ લીંબાચીયા, આત્મારામભાઈ ઓઢાવાળા, સતીષભાઈ જે પટેલ, રાજેશભાઈ લીંબાચીયા, સુભાષભાઈ ઠક્કર, કનુભાઈ ગોકલાણી, ચિન્ટુભાઈ શાહ, મહેન્દ્રભાઈ આર ઠક્કર,કિસન કારિયા, લખધીરભાઈ, પ્રતિક ગોકલાણી, વિપુલભાઈ ગોહિલ સહિત સૌએ અભિનંદન આપી મહેશભાઈ ગણાત્રા અને તેમનાં ધર્મપત્ની કલાબેન ગણાત્રાનું શાનદાર સન્માન કર્યું હતું.
મહેશભાઈ ગણાત્રાના માધ્યમથી જલારામ ગૌશાળા ભાભરને કરોડોની રકમ પેટી આવક તરીકે પ્રાપ્ત થયેલ છે.મહેશભાઈ ગણાત્રા સમગ્ર માનવ સમાજ માટે પ્રેરણારૂપ સેવાભાવી વ્યક્તિ છે.
