• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી પ્રાથમિક શાળાનું ગૌરવ મેળવતી શ્રી હડિયાણા કન્યા શાળા*

બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ભારતની એકમાત્ર યુનિવર્સિટી એટલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી. જે હાલ ગાંધીનગર ખાતે આવેલ છે. આજ રોજ તા.6/11/2020 ને શુક્રવારના રોજ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના બાલનિકેતન વિભાગના કેન્દ્રોને માન્યતા આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જે અનુસાર જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળાને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન બાલનિકેતન કેન્દ્ર તરીકેની માન્યતા કુલપતિશ્રી હર્ષદભાઈ શાહની ઉપસ્થિતિમાં તથા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના વરદહસ્તે શાળાના આચાર્યશ્રી મકવાણા અરવિંદભાઈને આપેલ છે. ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં શાળાના મ.શી. દેવાંગીબેન બારૈયા તથા સી.ઓ. ધમસાણિયા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હડિયાણા કન્યા શાળા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન બાલનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી પ્રાથમિક શાળા બની જામનગર જિલ્લાનું ગૌરવ વધારેલ છે…..
શરદ એમ.રાવલ..હડિયાણા.

Related posts

*HELLO MORBI NEWS:જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્યની ચાર વાર્તાઓનો અંગ્રેજી પુસ્તકમાં થયેલ સમાવેશ*

editor

*HELLO MORBI:*મધ્યપ્રદેશ ની ભૂલી પડેલ કિશોરીને અભયમ ટીમ દ્વારા સલામત આશ્રય અપાવ્યો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ.બંગાળમાં હિંદુત્વ વિચારધારા ધરાવતા પક્ષની જીત થતાં ડીસાના ભગવાનભાઈ બંધુએ જલારામ મંદિર ડીસા ચાલતા જઈ દર્શન કરી સંકલ્પ પૂર્ણ કર્યો*

editor

Leave a Comment