• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્ય કક્ષાના રમકડાં મેળામાં પણ ટંકારા તાલુકાના શિક્ષકોએ મેદાન માર્યું : બે શિક્ષકોની નેશનલ ટોય ફેર માટે પસંદગી*

કાપડ મંત્રાલય દ્વારા બાળકોને આનંદદાયક શિક્ષણ આપવા તેમજ દેશી રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા હાલમાં તાલુકા કક્ષાએથી શરૂ કરી રાષ્ટ્રીય કક્ષા સુધીના રમકડાં મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ટંકારા તાલુકાના બે શિક્ષકોએ રાજ્ય કક્ષાના રમકડાં મેળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય કક્ષાના રમકડાં મેળા માટે પસંદગી મેળવી છે.                                                                      ગત તારીખ 2 અને 3 ફેબ્રુઆરી ના રોજ રાજ્ય કક્ષાનો રમકડાં મેળો યોજાયો હતો. જેમાં પણ ટંકારા તાલુકાના કુલ 4 શિક્ષકોએ ભાગ લીધો હતો, જેમાંથી પાયાના તબક્કાના વિભાગમાંથી વિરવાવ પ્રાથમિક શાળાના શિક્ષિકા ગોસ્વામી જલ્પાબેન અને પ્રાથમિક વિભાગમાંથી નેકનામ કન્યા શાળાના શિક્ષિકા પડાયા સુષ્માબેનની પસંદગી રાષ્ટ્રીય કક્ષાના રમકડાં મેળા માટે કરવામાં આવી છે. આ બંને બહેનો રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ પોતે બનાવેલા રમકડાઓનું પ્રદર્શન કરશે.                                             જલ્પાબેન ગોસ્વામીએ ધો.1 અને 2 ના બાળકોને આનંદ સાથે જ્ઞાન મળી રહે તે માટે પોતે બનાવેલા ‘કયો ડબ્બો મારો’, ‘ટોકિંગ પપેટ’, ‘સરવાળા-બાદબાકી બોર્ડ’, ‘બંગડી ફેક રમત’, ‘મને ઓળખો’ જેવા રમકડાં બનાવેલ છે તેનું પ્રદર્શન કર્યું હતું.

જ્યારે સુષ્માબેન પડાયા એ બાળકોની ગણિત વિષયની સંકલ્પનાઓ સરળતાથી સિદ્ધ કરવા માટે બનાવેલ સંખ્યાના પિરામિડ ના રમકડાનું પ્રદર્શન કર્યું હતું. ટંકારા તાલુકાના આ બે શિક્ષકોની પસંદગી રાષ્ટ્રીય કક્ષા માટે થતા બંને શિક્ષિકાને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞાબેન અમૃતિયા, ટંકારા તાલુકાના બી.આર.સી. કૉ ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર તેમજ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા, ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢી તેમજ મહામંત્રી વિરમભાઇ દેસાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર એસટી ડેપો ની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા*

editor

*HELLO MORBI NEWS:મોરબી: શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા પ્રથમ સમુહલગ્ન નું આયોજન : 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે*

editor

*મોરબી વાંકાનેર હાઇવે પર ૯૪ ઇંગ્લિશ દારૂની બોટલો ભરેલી સ્વીફટ કાર ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

Leave a Comment