• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ઉપડવાના શ્રીગણેશ કરતા ઉમેદવારો*

મોરબી પાલિકા માટે ૭૪, જિલ્લા પંચાયત માટે ૪૮ અને તાલુકા પંચાયતમાં ૧૧૨ ફોર્મ ઉપડ્યા

મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજથી ઉમેદવારીપત્ર આપવાનું શરૂ થયું છે, ઉમેદવારીપત્ર વિતરણના શ્રી ગણેશ થતા જ રાજકીય પક્ષ અને અપક્ષો દ્વારા થકબંધ ઉમેદવારીપત્ર મેળવવામાં આવ્યા હતા.

 

મોરબી નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ઉમેદવારીપત્ર વિતરણ શરૂ થતા જ રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઉમેદવારીપત્ર હસ્તગત કર્યા હતા જેમાં નગરપાલિકાની ૧૩ વોર્ડની બાવન બેઠકો માટે આજે કુલ ૭૪ ઉમેદવારીપત્ર ઉપડયા હતા.મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજના દિવસે કુલ મળી ૪૮ અને મોરબી તાલુકા પંચાયતની ૨૬ બેઠકો માટે સૌથી વધુ કુલ ૧૧૨ ફોર્મ ઉમેદવારોએ મેળવ્યા હતા.જો આજે મોરબીમાં એક પણ ઉમેદવારીપત્ર ભરાઈ ને પરત આવ્યુ ન હતું.

 

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને લઈ જિલ્લામાં તમામ રિટર્નિંગ ઓફિસરોએ સોશિયલ ડિસ્ટનસનું પાલન થાય તે મુજબની વ્યવસ્થા ગોઠવી ઉમેદવારીપત્રનું વિતરણ કર્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒ટંકારા ખાતે ચાલતા પાણીની પાઇપ લાઇનના કામનુ નિરીક્ષણ કરી જરૂરી સૂચન કરતા ભાજપ અગ્રણીય*

editor

*મોરબીમાં અજાણ્યા વાહન હડફેટે લેતા રાહદારીને ઇજા*

Hello Morbi

*HELLO MORBI:ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા નર્મદા યોજનાની કેનાલ પર 30 ઓગષ્ટે સવારે 9.00 કલાકે માલવણ પહોંચશે*

editor

Leave a Comment