• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરના 14 બળવાખોર સભ્યો ભાજપમાંથી બરતરફપ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું કડક પગલું : વાંકાનેર ભાજપમાં સોપો*

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકામાં ભાજપના મેન્ડેડનો અનાદર કરી બળવાખોર સભ્યોએ પ્રમુખ – ઉપપ્રમુખ તરીકે પોતાના સભ્યો બેસાડી દેતા આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વાંકાનેરમાં ચૂંટાયેલા 24 પૈકી 14 સભ્યોને પક્ષમાંથી હાંકી કાઢવા બરતરફી હુકમ કરતા વાંકાનેર ભાજપમાં સોપો પડી ગયો છે.

 

પ્રદેશ ભાજપ કાર્યાલયના મીડિયા ડો.યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચનાથી તાત્કાલિક અસરથી મીરાબેન હસમુખભાઈ ભટી, દેવુબેન શામજીભાઈ પલાણી, કાંતિભાઈ રાયમલભાઈ કુંઢીયા, કોકીલાબેન કિર્તીકુમાર જોષી, ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા, હેમાબેન ધર્મપભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ભોગીલાલ શાહ, રાજ કેતનભાઈ સોમાણી, જશુબેન રમેશભાઈ જાદવ, જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ, સુનીલભાઈ મનસુખલાલ મહેતા, શૈલેષભાઈ જયંતિલાલ દલસાણીયા, માલતીબેન વિનોદરાય ગોહેલ, ભાવનાબેન કનૈયાલાલ પાટડીયાને પક્ષમાંથી બરતરફ કરવા આદેશ કર્યો છે.

ઉલ્લખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ બરતરફ કરેલા આ સભ્યો સહીત અગાઉ કુલ 16 સભ્યોએ ભાજપમાંથી પ્રાથમિક સભ્યપદેથી જ રાજીનામાં ધારી દીધા છે ત્યારે આ બરતરફીનો આદેશ ઔપચારિક હોવાનું મનાઈ રહ્યું છે.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી માતા-પિતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા વરિષ્ઠ એડવોકેટ શ્રી જયેશભાઈ શાહ તથા એડવોકેટ શ્રી સૌરભ ભાઈ શાહ પરિવાર*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ કચેરી દ્વારા નિયમભંગ કરનાર વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી:ચેકીંગ દરમ્યાન 𝟏𝟐𝟏𝟏 વાહનોને ચલણ ઇસ્યુ કરી રૂ 𝟖𝟐,𝟔𝟒 લાખનો દંડ ફટકાર્યો*

editor

લાભ પાંચમના દિવસે મોરબી માળિયાને ત્રણ નવી ગ્રામ પંચાયતની મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાની ભેટ

Hello Morbi

Leave a Comment