• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગીર કાઠાની અડીને આવેલું દલડી ગામ વિકાસ ના અમીછાંટા ની રાહ જોઈ રહ્યું છે!!!?*

“ગુજરાતનો વિકાસ કાગળ પર જ થતો મહેસૂસ કરતા મતદાર પ્રજા..”

 

વિકાસલક્ષી સરકાર દ્વારા મોટાભાગે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરી છે ત્યારે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમા ઓનલાઈન સિસ્ટમ મા શિક્ષણથી વંચિત રહેલું દલડી ગામ નો વિકાસ ઝખ્ખી રહ્યો છે સુવિધાનો આઝાદી બાદ આજ સુધી ત્યાંના મતદાર પ્રજાને લાભ મળ્યો જ નથી!!! તો ગુજરાતમાં વિકાસ થી વંચિત રહે લું ગીરકાંઠાના અડીને આવેલું દલડી ગામ માં મોટાભાગે સરકારની કોઈ ભૌગોલિક સુવિધા મળી જ નથી તો વિકાસ કોનો? મોટો પ્રશ્ન વિકાસલક્ષી સરકાર ના નેતાઓ માટે લાલબત્તી સમાન રહ્યો છે અમરેલી જિલ્લાનું ખાંભા તાલુકા નું ગીરકાંઠાના અડીને આવેલું અને પંદરસો ની વસ્તી ધરાવતું આ દલડી ગામ મા શિક્ષણથી વંચિત છે ત્યારે આજના આધુનિક યુગમાં ઇન્ટરનેટની સુવિધા છે મળી નથી અને ગામમાં આજે પણ એસટી બસ ના દર્શન દુર્લભ છે જેથી વિદ્યાર્થીઓને જેથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં ખાડાધાર ગામે અભ્યાસ અર્થે જવું પડે છે ડિજિટલ યુગમાં ટેકનોલોજીક સુવિધાનો અભાવ ના કારણે એ ગામમાં મોબાઇલ ટાવર જ નથી!!! વાહ રે વાહ વિકાસ… આઝાદી બાદ આજે પણ ગીરકાંઠાના ને અડીને આવેલા દલડી ગામ ના લોકો વિકાસથી વંચિત રહ્યા હોય આ ગામના લોકો પશુપાલન અને ખેત મજૂરી સાથે જોડાયેલા છે સતા સરકારી યોજના અંતર્ગત ગુજરાતના ગીરકાંઠા ને અડીને આવેલા આ દલડી ગામ નો વિકાસ આઝાદી બાદ પણ કયો ના હોય તેમ મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે તાજેતરમાં વાવાઝોડાના કહેર આવેલ હોય 15 દિવસ વિત્યા બાદ પણ વીજ પુરવઠો મળેલ ન હોવાથી એ ગામના લોકો વધુ ભયભીત ચિંતીત બન્યા છે અધૂરામાં પૂરું પાણી ની પણ વિકટ સમસ્યા સર દર્દ બની છે છતાં લાખો કરોડોના ખર્ચા કરી મોટાભાગના મંત્રી નેતાઓ ખાતમુરત સરકારી કચેરીઓના અને એસટી સ્ટેન્ડ ના કરી રહ્યા છે ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન આવા ગ્રામ્ય સતત સુવિધાનો અભાવ ગ્રામ્ય વિસ્તાર દલડી ગામનો હોવા છતાં મુલાકાત ન કરી શક્યા? ગુજરાતના મોટાભાગના માર્ગો મરામત માંગી રહ્યા છે ત્યારે ગીરકાંઠાના અડીને આવેલા દલડી ગામ માં વિકાસ ના નામે મોટું મીડું રહ્યું હોય ત્યારે વિરોધ પક્ષના ચૂંટણી સમયે કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટી આમ આદમી પાર્ટી વગેરે રાજકીય પાર્ટીના નેતાઓ માત્ર બે જાળવી રાખવા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હોય ત્યારે પ્રજા હિત કાર્ય કરવામાં રાજકીય નેતાઓને રસ ન હોય તો આઝાદી બાદ પણ વિકાસ ઝંખતા ગ્રામ્ય વિસ્તારનો વિકાસની આશાઓ કોની પાસે કરવી!?

 

રિપોર્ટ:આરીફ દિવાન

Related posts

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૦૩ દર્દીઓએ લાભ લીધો , ૧૬૩ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

*HELLO MORBI:15 જુલાઈ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રવકતા અને ગીર સોમનાથ જિલ્લા યુવા કોંગ્રેસ નાં પ્રભારી દેવેન્દ્રસિંહ જાડેજા નો જન્મ દિવસ*

editor

*જામનગર એસ ટી ડેપો માં ડ્રાઇવર કંડકટર ને સન્માનિત કરાયા*

Hello Morbi

Leave a Comment