• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનારના નાગરિકોની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે સતત કાર્યરત પોલીસ*

*રિપોર્ટર સબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

 

*કોડીનાર પોલીસની દારૂ-જુગાર જેવી બદીઓ નિયંત્રણ બાબતે સમગ્ર જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી*

 

*કોડીનાર પોલીસ સ્ટેશનની કાયાપલટ નીડર અને નિષ્પક્ષ ઇન્ચાર્જ પી. આઇ. એસ, એન. ચુડાસમા દ્વારા કરવામાં આવી.*

 

કોડીનાર એટલે કોડીનાર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકા અને શહેરોમાં અલગ ભાત ઉપસાવતો પ્રદેશ, અહીની પ્રજા પણ કોડિલી,અહીનું રાજકારણ તો….!! કોડીનાર પોલીસ ખાસ કરીને ઇન્ચાજૅ પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એન. ચુડાસમાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ કોડીનાર પોલીસની નગર ની અને ગ્રામીણ વિસ્તારો ની જનતામાં એક નવી ઓળખ ઉભી થઈ છે અને આ ઓળખ છે પોલીસ અને પ્રજાના ન્યાયપૂર્ણ લોકશાહી રીતભાતોની. અનેક સમસ્યાઓ તેમજ અનેક બદીઓ સાથે લડતા લડતા કોડીનાર પોલીસ સ્ટેશનને એસ. એન.ચુડાસમા દ્વારા નવી ઓળખ આપી છે. જ્યાં જનતા પોતાની સમસ્યાઓ બેફિકર ઠાલવી દે છે અને કોડીનાર ની જનતા માટે પોલીસ સક્રિય બહુ જાય છે. ક્યારેક કોમવાદ થવાના કારણ નજીક હોય અને કોડીનાર પોલીસ તેનો તટસ્થ ઉકેલ લાવવામાં સફળ રહી છે. કયારેક કોઈક રાજકારણ પોતાની જનતા પ્રત્યેની કામગીરી અને ફરજમાં ઊણા ઉતરે ત્યારે પોતાનો વ્યક્તિગત દોષનો ટોપલો પોલીસ ઉપર ઠાલવવા નિષ્ફળ પ્રયત્ન કરે છે, પણ તેમા પોલીસ પ્રત્યે જે લોકોનું ચલણ અને વલણ બદલાયુ છે તેમાં આ રાજકારણ માથાભેર પડે છે પણ આ વાંદરાઓને સમજાવે કોણ… કે શૂટ બુટ પહેરવાથી કોઈ વાંદરો થોડો નેતા બની શકે…….. પોલીસ ના આ હકીકતના થોડા જ અહેવાલો, હકીકતો જોઈએ તો તા .૨૦ / ૦૯ / ર ૦૨૧ સને ૨૦૨૧ ( તા .૦૧ / ૦૧ / ૨૦૨૧ થી તા .૩૧ / ૦૮ ૨૦૨૧ ) દરમ્યાન કોડીનાર પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર પ્રોહીબીશન / જુગારની પ્રવૃતિ ઉપર વોચ રાખી સખત કાર્યવાહી કરી આવી પ્રવર્તિ કરતા અસામાજીક તત્વો બુટલેગરો ને પકડી ધોરણસરની કાર્યવાહી કરતી કોડીનાર પોલીસ કોડીનાર પોલીસ આવી ગેરકાયદેસર દારૂ , જુગારી બદીઓને ડામવા તેમજ આવી પ્રવુતિ ઓને રોકવા માટે સતત પ્રત્રીસીલ છે . તેમજ પોલીસ દ્વારા આવી કોઇ ગેરકાયદેસર ચાલતી પ્રવર્તિઓને અંકુશમાં રાખવા કડક કાર્યવાહી કરવામાં આવેલ છે આવી પ્રવૃતિઓ કરનાર ઇસમો સામે સફળ તેમજ નીલ રેઇડો કરવામાં આવેલ છે તેમજ તા .૦૧ / ૦૧ / ૨૦૨૧ થી ચાલુ વર્ષ દરમ્યાન તા .૩૧ / ૦૮ / ૨૦૨૧ સુધીમાં આવી પ્રવૃતિ કરનાર ઇસમો સામે પોલીસ દ્વારા ભઠ્ઠીના કુલ ૧૨૨ કેસો શોધી કાઢેલ જેમાં કુલ ૧૨૪ પાસેથી ઇન્ગલીશ દારૂની ૧૮૦ ML ની બોટલ ૩૦૧૩ કી.રૂ .૧,૬૭,૫૫૦ / – તથા ૩૭ પ ML ની બોટલ નંગ ૧૨૮ કી.રૂ .૨૩,૨૦૦ તથા ૭૫૦ ML ની બોટલ ૪૦૬ કી.રૂ .૧,૯૨,૮૦૦ / – , બીયર નંગ ૬૫૭ કી.રૂ .૬૫,૭૦૦ / તથા ઉપરોકત ઇન્ગલીશ દારૂ સાથે મળી આવેલ મોબાઇલ નંગ -૦૭ કી.રૂ .૧૨,૯૦૦ / – તથા સદરહું દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મો.સા.નંગ -૪૬ કી.રૂ .૯૯,૩૦૦ / – તથા કાર ૦૬ કી.રૂ .૮,૦૦૦૦૦ / – તથા હોડી નંગ -૦૨ કી.રૂ .૪૦,૦૦૦ / – તથા રીક્ષા નંગ -૦૨ કી.રૂ .૧,૦૦૦૦૦ / – મળી કુલ કી.રૂ .૧૪,૮૦,૫૫૦ / – નો મુદ ામાલ કબ્બે કરવામાં આવેલ છે . તથા પીવાના કુલ ૩૦૬ કેસો શોધી કાઢેલ છે જેમાં કુલ આરોપી ૩૦૬ ને પકડી પાડવામાં આવેલ છે તથા જુગારની બદીને ડામી વાળવા સારૂ જુગારના કુલ ૫૯ કેશો શોધી કાઢેલ છે જેમાં કુલ આરોપી ૩૦૪ જેઓ પાસેથી રોકડ રકમ કુલ ૭,૭૯,૭૬૫ / – તથા જુગારના સાહીત્ય તથા મો.સા. ૧૦ કી.રૂ. ૨,૯૫,૦૦૦ / – મળી કુલ કી.રૂ .૧૦,૭૪,૭૬૫ / – નો મુદામાલ કબ્બે કરવામાં આવેલ છે . આમ, ઉપરોક્ત કામગીરીના આધારે પોલીસ દ્વારા સખત અને કડક રીતે કાર્યવાહી કરવામાં આવેલ છે . તેમજ ભવિષ્યમાં આવી કોઇ ગે.કા. પ્રવૃતિઓ ચાલતી હશે તો તેને ડામવા કોડીનાર પોલીસ સખત કાર્યવાહી કરવા તત્પર છે તેમ ઇનચાર્જ પી. આઇ. એસ.એન.ચુડાસમા દ્વારા વારંવાર જણાવામાં આવે છે. કોડીનાર ની સામાજિક અને સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા પોલીસ ને હમેશા સન્માનિત કર્યા છે કોડીનાર ની શાંતિ અને સલામતી માટે નિર્ણયો હમેશા યોગ્ય જ લીધા છે, તેમજ ગમે તેવી પરિસ્થિતિમાં કોમવાદ જેવી બાબતોને પણ અટકાવી છે. નેતાઓ પ્રજાની પરીક્ષામાં નિષ્ફળ ગયા છે તેમની નિષ્ફળતા તંત્ર કે પોલીસ તંત્ર ઉપર થોપવી એ ખરેખર અયોગ્ય બાબત ગણાવી શકાય…. સમગ્ર જિલ્લામાં કોડીનાર પોલીસ જેવી કામગીરી દારૂ, જુગાર અને બદીઓ બાબતે કોઈ પોલીસ સ્ટેશનમાં નથી….. જિલ્લા કક્ષાએ પણ આવી કામગીરી ભાગ્યે જ જોવા મળે છે. કોડીનાર પોલીસની આ નૂતન દશા અને દિશા યુવા, નીડર અને નિષ્પક્ષ ઇન્ચાર્જ પી. આઇ. એસ, એન. ચુડાસમા દ્વારા નિર્માણ કરવામાં મોટું યોગદાન છે. કોડીનાર ની જનતા તેમના માટે પ્રાર્થના કરે છે કે તેઓને હમેશા રાજકારણ થી સુરક્ષિત રાખે…..!! ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં…. લોકડાઉન સમયે સતત આને સતત પ્રજાના હિત અને હક્કોના રક્ષણ માટે કોડીનાર પોલીસ પોતાની ફરજ પર તહેનાત રહી છે. કપરા સંજોગોમાં તેમની ભૂમિકા પ્રજામિત્ર ની રહી છે.

Related posts

*”માર્કેટચોક કા રાજા” ગણેશ ઉત્સવના છઠ્ઠા દિવસે માલધારી સમાજના યુવાનો દ્વારા ભાતિગળ રાસ રજૂ કર્યા હતા*

Hello Morbi

*HELLO MORBI: મોટી બરાર ખાતે યોજાયો તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો*

editor

*વાકાનેરના પેટ્રોલ પંપમાં લુંટના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે પેરોલ ફલોસકવોડ ની ટીમે ઝડપી પકડાયો*

Hello Morbi

Leave a Comment