• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એ આઈ એમ આઈ એમ ના જૂનાગઢ જિલ્લા પ્રમુખે કરી રાવ!*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

“પોલીસ તંત્રમાં જુના મહેકમ સર દાદા આદમ વખતના કોટા ને દૂર કરી ડિજિટલ યુગમાં પોલીસ તંત્રની યોગ્ય માંગણી સમર્થન આપી કાયદો-વ્યવસ્થા જાળવી રાખનાર પોલીસ તંત્ર ને ન્યાય આપવા રજૂઆત કરી”

 

 

મોટાભાગે રાજકીય નેતાઓ દ્વારા વિકાસની વાતો થઇ રહી છે પરંતુ ગુજરાત રાજ્યમાં મોટાભાગે વિકાસ માત્ર કાગળ પર થતો હોય તો તેઓ મોટા ભાગના લોકો મહેસૂસ કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્રમાં પણ દાદા આદમ વખત ના જુના મહેકમ અંતર્ગત આજના ડિજિટલ યુગમાં પણ પોલીસ તંત્ર મા ભરતી નો ભાવ સતત રહ્યો છે જેના પરિણામે કાયદો-વ્યવસ્થા મા પોલીસ તંત્રને સતત ભાર રહેતો હોય જેથી શારીરિક માનસિક સમસ્યાનો ભોગ પોલીસ તંત્ર બનતું હોય વસતીના પ્રમાણમાં પોલીસ સ્ટાફની ભરતી કરવામાં આવે તેવી લાગણી સાથે માગણી સાથે પોલીસ તંત્રના સમર્થનમાં એ આઈ એમ આઈ એમ પાર્ટીના જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ સુલેમાનભાઈ પટેલ જણાવેલ વિગત એવી છે કે રાજયમા પ્રજા અને જાન—માલની સલામતી માટે સતત કાર્યરત રહી રાજ્યમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સંભાળતા રાજયના પોલીસ મહેકમમા ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીઓને રાજય સરકાર દ્વારા અપાતા વિવિધ ભથ્થાઓ જે જરી–પુરાણા બાબા આદમના વખતના ચાલ્યા આવતા હોય તેમા કોઈ પણ જાતનો ફેરફાર કે સુધારા–વધારા કરાયેલ ન હોય આ સ્થિતીમા ડીસીપ્લીનરી ફોર્સ તરીકે રાજયના પોલીસ વિભાગના કર્મીઓ માટે યુનિયન પ્રવૃતિઓ પર શિસ્તના નામે પ્રતિબંધ હોય જેથી તેઓની વ્યાજબી માંગણીઓ સબંધે સામુહીક યોગ્ય રજુઆતો ન થઈ શકવાને કારણે આ ફોર્સમા નોકરી કરતા પોલીસ કર્મીઓને સામાજીક અને આર્થિક હેરાનગતિ અને નુકસાન ભોગવવુ પડતુ હોય આ સ્થિતી રાજયમા લાંબા સમયથી ચાલી આવતી હોય તેમા કોઈ ફેરફાર થયેલ ન હોય જેની સામે પોલીસ વિભાગમા ફરજ બજાવતા પોલીસ કર્મીઓની નારાજગી હાલ સપાટી ઉપર આવી જતા પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનો દ્વારા રાજયમા આ મુદ્દે આંદોલન છેડાઈ રહ્યુ છે ત્યારે રાજયના કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર તેની ગંભીર અસર ઉભી થાય તેવી શક્યતા હોય આવા સંજોગોમા પોલીસ કર્મીઓ તરફથી થઈ રહેલ ગ્રેડ-પે તથા વિવિધ એલાઉન્સમા સુધારો કરવા સહીતની તેમની વ્યાજબી માંગણીને અમો રાજયના અને પોલીસ કર્મીઓના હિતમા આ માંગણીઓને અનુમોદન આપી તુરંતથી તેમની તમામ માંગણીઓને સ્વીકારી આ બાબતે વહેલામા વહેલી તકે નિર્ણય કરવા અને પોલીસ કર્મીઓને ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ એઆઈએમઆઈએમ પાર્ટી (જુનાગઢ એકમ) ની વિનંતી

 

સહ રજુઆત છે. આ સબંધે આપની કક્ષાએથી થયેલ કાર્યવાહીની કરવા લેખિતમાં જાણ કરી છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગૃહ મંત્રી સહીત જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ સમક્ષ જાણ કરી છે

Related posts

*HELLO MORBI: જાહેરમાં વાહનોના રેસીંગ ઉપર પૈસા વડે હારજીતની શરતો લગાવી જુગાર રમતા ઇસમોને પકડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પડધરી પોલીસ*

editor

*જામનગર ખાતે જામનગર જિલ્લા કલેકટર શ્રી રવિશંકર અને અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ કોરોના પ્રતિ વિરોધી રસી મુકાવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ એસ.તંત્ર મહત્ત્વ ના નવા રુટો ક્યારે શરૂ કરશે???જોડીયા વિસ્તારની પ્રજાનો વેધક સવાલ*

editor

Leave a Comment