• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કૃષ્ણ કૃપા ભકિત સેવા આશ્રમના લાભાર્થે દિયોદર ખાતે યોજાયેલ ભાગવત કથા*

હરિદ્વાર અને ૠષિકેશ જેવો નિજાનંદ તેમજ ભકિતરસ પ્રાપ્ત થાય તેવી વિશિષ્ટ પ્રેરણાદાયી જગ્યા શિહોરી-દિયોદર રોડ ઉપર નવા ગામે કૃષ્ણ કૃપા ભકિત સેવા આશ્રમના માધ્યમથી નિર્માણ થઈ રહી છે.આ સંસ્થાના મુખ્ય સંયોજક જાણીતા કથાકાર પ્રવિણભાઈ ભગત અને સૌ કાર્યકારો,દાતાઓ,નગરજનોના પૂર્ણ સહયોગથી તાજેતરમાં જ દેકાવાડાના પરમ ગૌભકત પૂજ્ય કાલીદાસ બાપુના વ્યાસાસને દિયોદર ખાતે ભાગવત કથાનું દિવ્ય આયોજન કરાયું હતું.

આ કથામાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કીર્તીસિંહજી વાઘેલા,દિયોદરના ધારાસભ્ય શીવાભાઈ ભૂરિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કથા દરમિયાન થરાના અચરતભાઈ ઠક્કર, જેસુંગભાઈ નાઈ,રમેશભાઈ ધરવડીવાળા તેમજ ડીસાના યશવંતશાસ્ત્રીજી મહારાજ, ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,દેવચંદભાઈ એન.ઠક્કર, ચંદ્રકાન્તભાઈ માંડવીવાળા, દિયોદરના પોપટભાઈ અખાણી,સોમાલાલ ઠક્કર, મનુભાઈ મોઝરૂવાળા સહિત સૌએ સાથે મળી કથાકાર પૂજ્ય કાલીદાસ બાપુ અને આશ્રમના નિર્માણકર્તા પ્રવિણભાઈ ભગતનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.આ અવસરે સૌ દાતાઓએ આશ્રમ નિર્માણ માટે યથાશક્તિ દાન પણ આપ્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો*

editor

*વિધાનસભાના નવનિયુકત અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્યનું લોહાણા મહા પરિષદ દ્રારા અમદાવાદ ખાતે કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*સી એમ દિવ્યાંગ ચિત્રકાર બાળકીને મલી થયા આંનંદ વિભોર*

Hello Morbi

Leave a Comment