• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૪૯૪ દર્દીઓએ લાભ લીધો , ૨૧૫ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

* મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડસુંબિયા ની પ્રેરક ઉપસ્થિતી મા નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાયો *

 

*અત્યાર સુધી ના ૫ કેમ્પ મા કુલ ૧૭૯૯ લોકોએ લાભ લીધો.*

 

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૧-૨૦૨૨ મંગળવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૪૯૪ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૨૧૫ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા મા આવશે.શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે આવતીકાલે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચાર માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૧૩૦૫ લોકો એ લાભ લીધો હતો તેમજ ૬૨૧ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા, જ્યારે પ્રવર્તમાન માસ ના કેમ્પ મા કુલ ૪૯૪ દર્દીઓ એ લાભ લીધો હતો તેમજ કુલ ૨૧૫ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા મા આવશે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ

મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

Related posts

*HELLO MORBI NEWS: આરટીઓ કચેરી મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:તમામ રક્તદાતાઓને ભેટ અર્પણ કરાઈ*

editor

*કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્ર હેઠળ ના ટી.યું. માળીયા ના પ્રા.આ કેન્દ્ર સરવડ ના ૫ ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે ૬ માસ સુધી અનિલ નાનજીભાઈ સુરાણી ( L ગ્રુપ ) દ્વારા દતક લેવામાં આવ્યા .* 

Hello Morbi

*HELLO MORBI:જામનગર : મોરકડા ગામના વિસીઈ ને રૂપિયા એકસોપચાસ ની લાંચ લેતા એસીબી એ ઝડપી પાડ્યો*

editor

Leave a Comment