• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ના જનરલ સેક્રેટરી, પ્રદેશ કોંગ્રેસ સમિતી ના પૂર્વ મંત્રી, એ.આઈ.સી.સી ઉતરાખંડ ના પ્રભારી કે.ડી. બાવરવા*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે આજ રોજ મોરબી ના રાજકીય-સામાજીક અગ્રણી, ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા એ જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી. તેઓ એ સહપરિવાર ઉપસ્થિતી રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના અગ્રણી કે.ડી.બાવરવા એ સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, હિતેશ જાની સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ, ધાડના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અસામાન્ય અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે વિવિધ બેન્ક મેનેજરો સાથે ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઇ*

editor

*HELLO MORBI:ચોથો સ્તંભ મીડિયા’; મોરબીમાં વાવાઝોડાને પગલે ​મીડિયાકર્મીઓ ખરેખર સ્તંભ બની લોકો માટે ખડેપગે રહ્યા*

editor

Leave a Comment